તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ચંગલેશ્વરમાં પાણીનો સમ્પ અને ઓવરહેડ ટેન્કની પ્રક્રિયા શરૂ

ભુજ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શિવકૃપાનગરમાં 50 લાખ લીટરના ટાંકાની લાઈન નાખવાનું કામ જોરમાં
 • ભુજ શહેરની મુન્દ્રા રિલોકેશન સાઈટની વસાહતોને મળશે નર્મદાના જળ

ભુજ નગરપાલિકાઅે નવી રાવલવાડી સ્થિત વસાહતોને નર્મદાના પીવાના પાણી પૂરા પાડવા 75 લાખ લીટરની ક્ષમતાનો સમ્પ બનાવવા રવિવારે ભૂમિપૂજન કર્યું હતું, જેમાં મુન્દ્રા રિલોકેશન સ્થિત વસાહતોને નર્મદાના પીવાના પાણી પૂરા પાડવા ચંગલેશ્વર પાસે અન્ડર ગ્રાઉન્ટ અને અોવરહેડ ટેન્ક બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાયાની પણ માહિતી અપાઈ હતી.

શહેરના હિલગાર્ડન સામે અને પોલીટેકનીક કોલેજની બાજુમાં નર્મદાના પીવાના પાણીની સંગ્રહ ક્ષમતા વધારવા 75 લાખ લીટરની ક્ષમતાના પાણીના સમ્પ બનાવવાનું ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન અાચાર્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે, સમ્પ બની ગયા બાદ નવી અને જૂની રાવલવાડી સ્થિત વસાહતોને પીવાનું પાણી નિયમિત અને પૂરતા દબાણથી મળતું થઈ જશે. નગરપતિ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, શિવકૃપાનગરમાં 50 લાખ લીટરની ક્ષમતાનો નવો ટાંકો બનાવવાની મંજુરી પણ મળી ગઈ છે અને ટાંકાની લાઈન પાથરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

જે અાવનારા અેકાદ માસમાં પાણી વિતરણ વ્યવસ્થામાં ખૂબ જ ઉપયોગી સિદ્ધ થશે.અાખા શહેરમાં અેકાંતરે પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવવાના પ્રયાસ કરતા કારોબારી ચેરમેન જગત વ્યાસે જણાવ્યું હતું કે, અાવનારા સમયમાં ચંગલેશ્વર પાસે અેક અન્ડરગ્રાઉન્ડ અને અેક અોવર હેડ ટેન્ક બની જશે અને તેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે, જેથી મુન્દ્રા રિલોકેશન સાઈટની વસાહતોને ભારાપર પાણી પુરવઠા યોજનામાંથી મળતા કાંયાવાળા અને અનિયમિત પાણી વિતરણમાંથી મુક્તિ મળી જશે.

નર્મદાના પાણી નિયમિત અને પૂરતા દબાણથી મળતા થઈ જશે.ભૂમિપૂજનમાં ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, દંડક અનિલ છત્રાળા, ઘનશ્યામ સી. ઠક્કર, કશ્યપ ગોર, મનુભા જાડેજા, ધર્મેશ જોશી, રીટા ભાંડેલ, મેહબૂબ લોહાર, પાયલ ઠક્કર, હિનાબા ઝાલા, રશ્મિ સોલંકી, સાવિત્રી જાટ, કમલ ગઢવી, મનીષા સોલંકી હાજર રહ્યા હતા. અેવું નગરસેવક સાત્વિક ગઢવીઅે અખબારી યાદીમાં જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો