તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:એસટીપીમાં ગંદામાંથી શુદ્ધ થયેલું પાણી ખેડૂતોને વિતરીત થતું નથી

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાડી-ખેતર સુધી પહોંચતું કરવા યોગ્ય વ્યવસ્થા ગોઠવવા દરકાર લેવાઈ જ નહીં
  • રૂદ્રમાતા ડેમની આવમાં વહેતું કરી કરોડોના ખર્ચ અને હેતુ ઉપર ફેરવી દેવાયું પાણી

ભુજ શહેરના ગંદા પાણી છેક નાગોર રોડ ઉપર શુદ્ધ કરી ખેડૂતોને વિતરીત કરવા 33 કરોડના ખર્ચે સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બનાવાયો છે. પરંતુ, શહેરના 35 અેમ.અેલ.ડી. જેટલા ગટરના ગંદા પાણીમાંથી માંડ 1થી 5 અેમ.અેલ.ડી. નાગોર રોડ ઉપર સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચે છે. જે પણ શુદ્ધ કર્યા બાદ ખેડૂતોને વિતરીત થતું નથી અને રૂદ્રમાતા ડેમની અાવમાં વહેતુ કરી દેવાય છે, જેથી કરોડોનો ખર્ચ અને હેતુ ઉપર જ પાણી ફરી વળ્યું છે.

ભુજ શહેર 2001ના ભૂકંપ બાદ ચારે દિશામાં વિસ્તર્યું અને વિકસ્યું છે. નવી નવી વસાહતોમાં ગટરની લાઈનો અને લાઈનોને જોડતી ચેમ્બર્સ પણ બનાવાઈ છે, જેમાંથી ગટરના ગંદા પાણી નાગોર રોડ સુધી ધકેલવા માટે 12 જેટલા પમ્પિંગ સ્ટેશન બનાવાયા છે. જેનું કામ ગટરના ગંદાપાણીમાં ઘન કચરાને અલગ તારવી પાણીના પ્રવાહને અાગળ ઉપર ધકેલવાનું છે. પરંતુ, માર્ગમાં અસંખ્ય નાના મોટા વાડી-ખેતર અાવેલા છે. જેમના માલિકો ગટરની મુખ્ય લાઈનને જોડતી મુખ્ય ચેમ્બર્સમાંથી અવૈજ્ઞાનિક પદ્ધતિઅને ગંદા પાણી ખેંચી લે છે.

જેથી ભુજ નગરપાલિકાને ગટર સમસ્યાનો સામનો કરવો પડે છે અને અાર્થિક નુકસાની પણ વેઠવી પડે છે. જેના ઉકેલ રૂપે નાગોર રોડ ઉપર સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાયો છે, જેથી ખેડૂતોને ગટરના ગંદા પાણીને ખેતી લાયક શુદ્ધ કરીને વિતરીત કરી શકાય. પરંતુ, અેકેય ખેડૂતે હજુ સુધી સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શુદ્ધ થયેલું ગટરનું ગંદુ પાણી મેળવ્યું નથી અને ભુજ નગરપાલિકાઅે અે દિશામાં નક્કર કાર્યવાહી પણ કરી નથી, જેથી ખેડૂતોઅે પાણી ચોરી ચાલુ રાખી છે. પરિણામ ગટર સમસ્યા ચાલુ રહી છે અને સુધરાઈને અવારનવાર લાખો કરોડોના હિસાબે અાર્થિક નુકસાની વેઠવી પડે છે.

પાણી ચોરી અટકાવવા પેટ્રોલિંગની તસ્દી લેવાતી નથી
ભુજ શહેરના ગંદા પાણી છેક નાગોર રોડ ઉપર સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી ધકેલવા નાની મોટી અેકાદ લાગની અાસપાસ ગટરની ચેમ્બર્સ અને 12 પમ્પિંગ સ્ટેશન છે. સતત ચાલતી પ્રક્રિયાની જેમ ગટરની ચેમ્બર્સની દરરોજ નિયમિત સફાઈ થતી નથી.

નાગોર રોડ પાસે 150થી 200 જેટલા વાડી-ખેતરના માલિકો દ્વારા ચેમ્બર્સને નુકસાન પહોંચાડી અવૈજ્ઞાનિક પદ્ધતિઅે થતી ગટરના ગંદા પાણીની ચોરી અટકાવવા પેટ્રોલિંગની પણ તસદી લેવાતી નથી, જેથી વકરતી જતી ગટર સમસ્યા ઉકેલાતી નથી. જો નગરપાલિકા દ્વારા રાત્રિના ભાગે ચેમ્બર્સની સફાઈ માટે પૂરતા સફાઈ કામદારો રાખવામાં અાવે અને વોર્ડર્સને વાહનો સાથે દિવસ રાત પેટ્રોલિંગ માટે રાખવામાં અાવે તો ગટરના ગંદા પાણી સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચી જાય.

ખેતર-વાડી સુધી જોડાણની સુવિધા નથી
ભુજ નગરપાલિકાઅે સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તો બનાવ્યો છે. પરંતુ, સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વાડી-ખેતરથી દૂર હોય છે, જેથી દરેક વાડી-ખેતર સુધી પાણી પહોંચતા કરી શકાય અે માટે પાઈપ પાથરીને સુવિધા કરી અાપવી પડે. જેની તસદી લેવાઈ નથી. માત્ર ખેડૂતો ઉપર મૂકી દેવાયું છે, જેથી ખેડૂતો લાઈન પાથરી પાણી મેળવાની ઉપાધિમાં પડ્યા નથી.

ખેડૂતો સહકારી મંડળી રચી જોડાણ લેવા તૈયાર
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ખેડૂતોએ સહકારી મંડળી રચીને સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી મેળવવા તૈયારી બતાવી છે પરંતુ, ભુજ નરગપાલિકાઅે અે દિશામાં સંકલન સાધવાના પ્રયાસો કર્યા જ નથી. જાણે બધું અાપોઅાપ થઈ જવાનું હોય તેમ પાલિકાએ આ દિશામાં કોઇ પ્રાયસો જ કર્યા નથી.

વહીવટી કામમાં પદાધિકારીઅોની દખલ ચરમસીમાઅે
ભુજ નગરપાલિકામાં ચૂંટાયેલા લોક પ્રતિનિધિઅોઅે લોક સુવિધા વધે અે માટે કારોબારી સમિતિ, સેનિટેશન સમિતિ અને સામાન્ય સભામાં નીતિ વિષયક નિર્ણયો લઈ ઠરાવો પસાર કરવાની ભૂમિકા બચાવવાની હોય. વહીવટી કામગીરી મુખ્ય અધિકારી, શાખા અધિકારીઅો અને કર્મચારીઅોને કરવા દેવી જોઈઅે. વધુમાં વધુ મુખ્ય અધિકારીના સંપર્કમાં રહેવું જોઈઅે. પરંતુ, પદાધિકારીઅો ઢોર પકડવા જેવી કામગીરી હોય કે તળાવમાં માછલી ચોરી અટકાવવાની કામગીરી હોય તો અેનીય અખબારી યાદી મોકલી પ્રસિદ્ધિ મેળવવામાં રચ્યા પચ્યા રહે છે. જે અેમની કામગીરીમાં અાવતું જ નથી.

અન્ય સમાચારો પણ છે...