તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રામજનો હવે વીરડીના સહારે:નાના ભીટારા પંથકમાં વિકટ બનતી પાણી સમસ્યા

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ ખેંચાતા બન્ની વિસ્તારમાં પાણી માટે પોકાર: માલધારીઅોના લલાટે ચિંતાના વાદળ

વરસાદ ખેંચાતા બન્ની પંથકમાં પાણીની સમસ્યા વધુ વિકટ બની છે તેવામાં ભુજ તાલુકાના નાના ભિટારામાં માલધારીઅોઅે પાણી સમસ્યા નિવારવા અને પશુધનની તરસ છીપાવવા માટે વીરડી બનાવવાનું શરૂ કરી દીધું છે.

ભુજ તાલુકાના નાના ભિટારા સહિત બન્ની વિસ્તારમાં માલધારીઓની હાલત ખરાબ થતી જાય છે, એક તરફ વરસાદ નથી, બીજી તરફ પાણી માટે તરસતી ધરતી પર માલધારીઓ પાણી લેવા માટે દરબદર ભટકી રહ્યા છે. માલધારી લોકો હવે દુષ્કાળ અાવી ગયો તેમ મન મનાવી પોતાના મુંગા પશુઓ સાથે ગામ છોડીને જ્યાં ઘાસચારા અને પાણીની સગવડ હોય ત્યાં પોતાના મહામૂલા પશુઓને લઈ જિંદગી પસાર કરે છે. કચ્છમાં દુષ્કાળ, વાવાઝોડા, ભૂકંપ વગેરે અાપત્તિઅોના કારણે હવે કચ્છી માડુ પણ ઘડાઇ ગયો છે અને હિંમત ન હારી અાફતોનો સામનો કરે છે.

બન્ની વિસ્તારના માલધારીઓ પાણી વિના તરસી રહ્યા છે, ત્યારે નાના ભિટારાના લોકો જાત મહેનતે વીરડી ખોદીને પશુઓની તૃષા છીપાવવા સાહસ કર્યો છે. જો હજુ વરસાદ વધુ ખેંચાઈ જાય તો પશુઓની હાલત વધારે ગંભીર થઇ શકે છે. સ્થાનિક માલધારીઓના કહેવા મુજબ નાના ભિટારા, મોટા ભિટારા, ભિટારા વાંઢ, ઘારવાંઢ સહિતના ગામડામાં દર વર્ષે કોઈ ન કોઈ સમસ્યા હોય જ છે. દર વર્ષે પાણી વિના અાવી સ્થિતિ ઉભી થાય છે.

પશુધનને બચાવવા ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવા માંગ
વરસાદ ખેંચાઇ જતાં બન્ની વિસ્તારના માલધારીઓની હાલત કફોડી થતી જાય છે. માલધારીઅો હવે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે કે, પશુઓને બચાવે. કારણ કે બન્ની વિસ્તારમાં માલધારીઓ પરિવારનું ગુજરાન પશુપાલનના વ્યવસાય થકી જ કરે છે, વરસાદ ખેંચાતા પાણીની સમસ્યા સાથે સીમમાં ઘાસચારો મળવો મુશ્કેલ છે, જેથી તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરવા નખત્રાણા તાલુકાના લૈયારીના જત અબુબકરે ઉચ્ચ કક્ષાઅે લેખિત રજૂઅાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...