તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની અછત:કચ્છના 4 તાલુકાના 32 ગામ અને 31 પરામાં અપાય છે ટેન્કર દ્વારા પાણી

ભુજ17 દિવસ પહેલા

કચ્છમાં આ વર્ષે અત્યાર સુધી સત્તાવાર રીતે 54 ટકા વરસાદ નોંધાયો છે. તેમ છતાં સરહદી જિલ્લામાં નર્મદાની કેનાલ અને પાઇપ લાઈનની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં કાયમી પાણીની કટોકટી રહેતી આવી છે. ખાસ કરીને દુષ્કાળ વર્ષમાં પાણીની અછત વ્યાપકપણે જોવા મળતી હોય છે.

ટેન્કર મારફતે પાણી વિતરણઆ વર્ષે વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત લાંબા સમય બાદ થઈ હતી. તેથી આ સમયમાં પાણીની કટોકટી ના સર્જાય તે માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા કાયમી ધોરણે નર્મદાની પાણી લાઈન અપ્રાપ્ય છે તેવા વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી વિતરણ ચાલુ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જિલ્લા પાણી પુરવઠા વિભાગના અધિકારીના જણાવ્યાં અનુસાર જિલ્લામાં જ્યાં નર્મદા પાણી વિતરણ અપ્રાપ્ત છે, એવા 4 તાલુકાના 32 ગામ અને પરાઓમાં 5, 10 અને 20 હજાર લિટરના દૈનિક 20 પાણીના ટેન્કર મારફતે 100 ફેરા દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે. મુખત્વે રાપર તાલુકામાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે.

નર્મદા કેનાલ મારફતે પાણી છોડવાની કરાઈ હતી માંગવર્તમાન સમયમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા અપૂરતા વરસાદના પગલે પાણીની ખેંચને પહોંચી વળવા નર્મદા કેનાલ મારફતે 1000 એમ.સી.એફ.ટી. પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી. જેના અનુસંધાને સરકાર દ્વારા નર્મદા કેનાલમાં પીવાના પાણી માટેનો પાણીનો જથ્થો અંજારના ટપ્પર ડેમ ખાતે છોડવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...