ગત 5 ઓગષ્ટના મોડી સાંજે જનતાનગરી કેમ્પ એરીયામાં રહેતા બે ભાઇઓ મોટર સાયકલથી જતા હતા ત્યારે માર્ગ વચ્ચે કુતરૂ આડુ ઉતરતાં બાઇક સ્લીપ થઇ જવાથી નાનો ભાઇ રોડ પર ફંગોળાઇને ડીવાઇડર સાથે અથડાતાં તેનું ગંભીર ઇજાઓ થવાને કારણે 6 દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બનાવ ગત 5 ઓગષ્ટના સાંજે સાત વાગ્યાના અરસામા઼ ભુજીયાની તળેટીના રોડના વળાંકા પર બન્યો હતો. જનતાનગરીમાં રહેતા આરીફ મામદ લુહાર (ઉ.વ.28) અને તેનો નાનો ભાઇ આશીફ મામદ લુહાર (ઉ.વ.25) બન્ને જણાઓ મોટર સાયકલથી જઇ રહ્યા હતા ત્યારે માર્ગ વચ્ચે કુતરૂ આવી જતાં તેને બચાવવામાં સ્ટેઇરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં તેમની બાઇક સ્લીપ મારી ગઇ હતી. જેને કારણે બન્ને ભાઇઓ ફંગોળાયા હતા. જેમાં આશીફ મામદ લુહાર રોડના ડીવાઇડર પર ભટકાતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી.
સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હતભાગીની અંતિમ વિધિમાં પરિવાર રોકાયો હોઇ ઘટના અંગે બુધવારે રાત્રે ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધ કરાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ અકસ્માત ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખાવડા રોડ પર કારની અડફેટે એક્ટિવા સવાર ત્રણ બહેનો ઘાયલ
ભુજના આશાપુરાનગરમાં રહેતી કવિતાબેન મોહનભાઇ કોલી (ઉ.વ.22), કોમલબેન મોહનભાઇ કોલી (ઉ.વ.24) અને સંગીતાબેન મોહનભાઇ કોલી નામની ત્રણ બહેનો એક્ટિવા પર રાત્રીના અગ્યાર જઇ રહી હતી ત્યારે ભુજ ખાવડા રોડ પર એરફોર્સ સ્ટેશનની સામે પાછળથી કારના ચાલકે ટકકર મારતાં ત્રણેયને હાથ-પગમાં ઇજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. પોલીસે બનાની નોંધ લઇ તપાસ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.