તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:સામાન્ય વરસાદમાં જ તળાવમાં ફેરવાતું ગાગોદરનું વથાણ ચોક

ભુજ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તંત્ર સમક્ષ અનેક રજૂઅાતો છતાં નિવેડો અાવતો નથી

રાપર તાલુકાના ગાગોદરના વથાણ ચોકમાં પાણીનો નિકાલ ન હોવાથી વરસાદી સિઝનમાં અા વિસ્તાર તળાવમાં ફેરવાઇ જાય છે. ગાગોદોરના વથાણ ચોક વિસ્તારમાં 700 પરિવારો રહે છે અને ગામની મુખ્ય પ્રાથમિક કુમાર શાળા, કન્યા શાળા, અાંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક અારોગ્ય કેન્દ્ર વગેરે અાવેલા છે.

અા વિસ્તાર નીંચાણવાળો હોવાથી આખા ગામનું પાણી અહીંથી તળાવમાં જાય છે. ચોમાસાના 4 મહિના દરમ્યાન વરસાદના પગલે પાણીની ભારે આવકથી અા વિસ્તાર તળાવમાં ફેરવાય છે અને મોટાભાગનો વિસ્તાર ડુબમાં જાય છે. પાણીના નિકાલ માટે અહીં માટીનું પૂરણ કરી બ્લોક પાથરવામાં અાવે તો પાણીનો ભરાવો ન થાય અને તેનો યોગ્ય રીતે નિકાલ થઇ શકે છે.

હાલે કોરોના મહામારીઅે કહેર વર્તાવ્યો છે ત્યારે પાણીના નિકાલ માટે સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ વગેરે સમક્ષ અનેક રજૂઅાતો કરાઇ છતાં અા સમસ્યાનો કોઇ ઉકેલ અાવ્યો ન હોવાનું ગામના ધારાભાઇ કલાભાઈ ભરવાડે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો