તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Wadala Of Mundra Taluka And Surrounding Villagers Made Representations To The Collector Regarding Pollution From Private Industry.

રોષ:મુન્દ્રા તાલુકાના વડાલા અને આસપાસના ગ્રામજનો દ્વારા ખાનગી ઉદ્યોગથી પ્રદુષણ અંગે કલેકટર સમક્ષ રજૂઆત કરી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી એકમના ધુમાડાથી લોકોના આરોગ્ય પર ખતરો હોવાનું કારણ દર્શાવ્યું

મુન્દ્રા તાલુકાના વડાલા સિમ વિસ્તારમાં આવેલા ખાનગી ઉદ્યોગ દ્વારા હવામાં છોડવામાં આવતા ધુમાડાથી ગ્રામજનોના આરોગ્ય પર ઘેરી અસર થતી હોવાના આક્ષેપ સાથે તેના નિરાકરણ અંગે 6 ગામના લોકોએ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

આવેદનપત્ર અનુસાર વડાલા અને મૉખા ગામની વચ્ચેના સિમ વિસ્તારમાં આવેલી કાર્બન આધારિત પી.સી.બી.એલ. ખાનગી કંપની દ્વારા છોડવામાં આવતા ધુમાડા અને રજકણો દ્વારા પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. જેન કારણે ગ્રામજનોના સ્વસ્થ પર તેની ઘેરી અસર પડી રહી છે. ધુમાડાનું પ્રમાણ હાલમાં ખૂબ વધી જવા પામ્યું છે. તેના વચ્ચે જીવન ગુજારવું મેસ્કેલ બન્યું છે.

ખાસ કરીને રાત્રીના ભાગે છોડવામાં આવતા ધુમાડાથી ઊંઘી રહેલા લોકોને ખલેલ પહોંચે છે. અને ગામના ઘરો, ખેતરો, વનસ્પતિઓ અને માર્ગો પર કાળી રજ જામી જાય છે. તેમાં હાલની કોરોના પરિસ્થિતિ વચ્ચે આ પ્રકારના હવા પ્રદુષણથી શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી છે. હવા પ્રસુષણથી મુક્તિ અપાવવા વડાલા સહિતના પાંચ ગામના 175 જેટલા ગ્રામજનોની સહી સાથેનું આવેદન પત્ર કલેકટર કચેરીએ આગેવાનોએ રૂબરૂ આવીને આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...