તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:પ. કચ્છમાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવનારા સામે પોલીસે સખ્ત

ભુજ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફેસબુક પર અણછાજતી કોમેન્ટ મુકનાર સામે ફરિયાદ

એક તરફ કોરોના કોવિડ-19ના સંક્રમણ સામે સમગ્ર દેશ લડી રહયો છે તે વચ્ચે સોશીયલ મીડીયા પર સમાજ વચ્ચે વૈમનશ્ય ઉભુ કરવા અને અરાજકતા ફેલાવાના ઇરાદે થઇ કેટલાક લોકો દ્વારા મેસેજો પાસ કરી ગુનાહિત કૃત્યો આચરી રહયા છે પશ્ચિમ કચ્છમાં આવા ઉપરા છપરી બનાવો સામે આવતાં પોલીસ આવા અસામજિક તત્વો વિરૂધ કડકાઇથી કાર્યવાહી હાથ ધરી રહી છે.  તાજેતરમાં ભુજની બકાલી કોલોનીમાં એક મસ્જીદમાં ભળકાઉ ભાષ્ણથી એલાન કરી બે કોમો વચ્ચે વૈમનશ્ય ફેલાય અને વિદ્રોહ ખડો કરવાની કોશીશ કરી હતી તો, તેના પ્રત્યાઘાતરૂપે નખત્રાણાના વેડકહારના યુવકે પોતાની ફેસબુક આઇડી પરથી બે સમાજ વચ્ચે શાંતિ ડોહળાય તેવું લખાણ લખી પોસ્ટ કરતાં પોલીસે તેની ધરપકડ  કરી લીધી હતી.  જ્યારે સોમવારે આવો જ એક બનાવ ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો હતો.ભુજના મચ્છીયારા ફળિયામાં રહેતા કાસમ જુમા કેવરે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ભુજની મસ્જીદમાં બનેલા ભળકાઉ ભાષ્ણના સંદર્ભમાં અખબારમાં છપાયેલા સમાચારના કટીંગ સાથેની પોસ્ટમાં કોઇ વિપુલસિંહ બારડ રંડાલા સ્ટેટ નામના ફેસબુક યુઝરે અણછાજતી અને ધાર્મિક લાગણી દુભાય કોમેન્ટ પોસ્ટ કરી બે કોમ વચ્ચે શાંતિ જોખમા્ય તેવું કૃત્ય કરતાં આરોપી વિરૂધ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો