ગ્રામપંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ:કચ્છ જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેસાશ 68.03 ટકા મતદાન, 21 તારીખે પરિણામ જાહેર થશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા - Divya Bhaskar
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
  • સરપંચ પદના 895 અને સભ્ય પદના 4747 ઉમેદવારોનું ભાવિ 6.71 લાખ મતદારો નક્કી કરશે

કચ્છ જિલ્લાની 361 ગ્રામપંચાયતોમાં 344 સરપંચ અને સભ્યની 2125 બેઠકો પર સરપંચ પદના 895 અને સભ્ય પદના 4747 ઉમેદવારો મેદાને છે. જેમનું ભાવિ આજે 6 લાખ 71 હજાર 350 મતદારો નક્કી કરશે. જિલ્લામાં અત્યાર સુધીમાં 68.03 ટકા મતદાન થયું છે. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું.

સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા

આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં સૌથી ઓછી વેક્સિનેશનની કામગીરી થઈ છે તે રાપર તાલુકામાં મતદાનની સાથે વેક્સિનેશન પણ ચાલી રહ્યુ છે. રાપર તાલુકામાં 44 ગ્રામ પંચાયત માટે ચાલતા મતદાન પ્રક્રિયા સાથે 113 સ્થળે મતદાતાઓને ઇચ્છાનુસાર આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન આપવામાં આવી રહી છે.

ભુજ તાલુકાના દેશલપર ગામે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બન્ને પક્ષના ઉમેદવારોએ સાથે મળીને ગ્રુપ ફોટો પડાવી ગામની એકતા સાથે શાંતિનો સંદેશ આપ્યો હતો.

​​​​​જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીને લઇને 1922 મતપેટીઓ ઉપલબ્ધ કરાઇ છે. આજે 361 ગ્રામપંચાયતોમાં 344 સરપંચ અને સભ્યની 2125 બેઠકો પર મતદાન થશે. 903 મતદાન મથકોમાંથી 285 સંવેદનશીલ અને 24 અતિ સંવેદનશીલ છે. જેથી 169 ચૂંટણી અધિકારી, 169 મદદનીશ ચૂંટણી અધિકારી, 4785 પોલિંગ સ્ટાફ, 1818 પોલીસ સહિત 6941 અધિકારી, કર્મચારીઓ શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે સજ્જ છે.

જિલ્લાની દયાપર ગ્રામપંચાયતના 10 વોર્ડના ઉમેદવારો બિનહરીફ થયા છે. જ્યારે સરપંચપદની બેઠક સામાન્ય મહિલા અનામત હોઇ ત્રણ મહિલાઓ મેદાને છે. ગામમાં અત્યાર સુધી બે જ ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડાઇ છે. જ્યારે પ્રથમ વખત ત્રિ-પાંખિયો જંગ જામ્યો છે. ગામના 3142 મતદારોમાંથી પાટીદાર સમાજના 846, મુસ્લિમ 810, ક્ષત્રિય 203, અનુસૂચિત જાતિ 339, બ્રાહ્મણ 112 અને લોહાણા સમાજના 103 વગેરેનો સમાવેશ થાય છે. ચૂંટણીને લઇને ધંધાર્થે બહાર વસતા પાટીદર સમાજના લોકો માદરે વતન આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...