તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્યો:સ્વયંસેવકો સમાજના સથવારે વર્તમાન પડકારને પહોંચી વળવા છેલ્લી ઘડી સુધી મક્કમ

ભુજ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સેવા સાધના-કચ્છના નેજા હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં અવિરત સેવાકાર્યો જારી

જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. અન્ય સમાજના લોકો પણ ભયભીત છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો સેવા સાધના-કચ્છના નેજા હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સમાજની ભાગીદારીથી સંકટના સમયે તંત્ર અને લોકોને મદદરૂપ થવા દરેક પ્રયત્ન પ્રારંભથી કરાઈ રહ્યા છે.છેલ્લા 18 દિવસથી ગાંધીધામમાં અગ્રવાલ સમાજ, ભારત વિકાસ પરિષદ અને ગાંધીધામ શાખાના સહયોગથી 180 પથારીની કોવિડ હોસ્પિટલે કાર્યરત છે.

તેમાં સ્વચ્છતા, ભોજન, પાણી, દર્દીને સાંત્વના સાથે સંપૂર્ણ વ્યવસ્થા સ્વયંસેવકો તથા એબીવીપીના કાર્યકરો સુચારુપણે સંભાળી રહ્યા છે. સ્વામી લીલાશા ટ્રસ્ટનો સહયોગ મળી રહ્યો છે. કચ્છની સૌથી મોટી જી.કે.જનરલ હોસ્પિટલમાં તંત્ર અને ડોકટરો સાથે સંકલન કરી નવા દર્દીઓને એડમીટ કરવા, સાજા થયેલાને આવશ્યક મદદ માટે ઘરે પહોંચાડવા, મૃતદેહને એમ્બ્યુલસમાં મુકવાથી લઇ સ્મશાન સુધી સાથે જવું, દર્દીઓના પરિવાર દ્વારા આવતી વસ્તુઓ સેવા કાઉન્ટર પર મેળવી હોસ્પિટલ કર્મચારી મારફતે દર્દીના વોર્ડ સુધી પહોંચાડવી, હેલ્પલાઈન ડેસ્ક પર મદદરૂપ થવા જેવા અનેકવિધ કાર્યો સ્વયંસેવકો કરી રહ્યા છે.

18 દિવસથી ભુજ ખારી નદી સ્મશાન ગૃહમાં ભૂતનાથ સેવા ટ્રસ્ટના તથા સુખપર હિંદુ સાર્વજનિક સ્મશાન ગૃહમાં સ્થાનિક લોકો તથા સ્મશાન પરિસરના દાતા લંડન સ્થિત નારણભાઈ શિયાણીના સહકારથી તેમજ મુન્દ્રામાં માનવ કલ્યણ ટ્રસ્ટ સંચાલિત સ્મશાન ગૃહમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવી રહ્યો છે. સ્વયંસેવકોના ભોજનની વ્યવસ્થા સ્વામિનારાયણ મંદિર તથા અગ્નિ સંસ્કારની વ્યવસ્થામાં રાષ્ટ્ર સેવિકા સમિતિના બહેનોનો સહકાર મળી રહ્યો છે.

સેવા સાધનાના પ્રયાસથી કોટડા, ચકાર, સુખપર તથા નાની નાંગલપરમાં કોરોના દર્દીઓને ઘરે હોમ ક્વોરોન્ટાઇન થવાની મર્યાદા છે, તેઓને રહેવા, જમવા, સ્નાન, સહિતની 80 પથારીની વ્યવસ્થા વિદ્યાભારતી સંચાલિત વિદ્યાલય ટ્રસ્ટના સહયોગથી કરાઈ છે. લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે કચ્છના 124 ગામમાં આયુર્વેદિક ઉકાળા, હોમિયોપેથીક ગોળીઓ 68,450 લોકોને અપાઈ છે તેવું સંઘના વિભાગ સંઘચાલક નવીનભાઈ વ્યાસ અને સેવા સાધના-કચ્છનાં પ્રમુખ માવજીભાઈ સોરઠીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો