ખેડૂતોમાં આક્રોશ:વિથોણના ખેડૂતો વીજ સમસ્યાથી પરેશાન : ફોલ્ટની મરંમત કરવામાં વીજ કંપનીનો અસહકાર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૂર્યોદય યોજનામાં આવરી લીધા બાદ પણ યોગ્ય પાવર સપ્લાય ન થતો હોવાનો આક્ષેપ

નખત્રાણા તાલુકાના વિથોણ ગામ અને આસપાસના વિસ્તારના ખેડૂતોએ વીજ સમસ્યાથી ત્રસ્ત થયા હોવાનું જણાવી ભારતીય કિસાન સંઘ દ્વારા પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને આવેદન આપ્યું હતું. ખેડૂતોએ કરેલા આક્ષેપ મુજબ લાઈનો ફોલ્ટમાં ચાલી જતાં ઘણા દિવસો સુધી પુનર્સ્થાપિત નથી થતી જેને કારણે પાકમાં નુકસાન થાય છે. સરકાર દ્વારા તેમના વિસ્તારને સુર્યોદય યોજનામાં સમાવવામાં આવેલ હોવા છતાં વિભાગની બેદરકારીના કારણે દિવસના યોગ્ય વીજ સપ્લાય મળતો નથી, જેને કારણે યોગ્ય વીજ દબાણ ન આવતા, અનેકવાર ઇલેક્ટ્રીક ઉપકરણોને નુકસાન થાય છે.

એલ. ટી. લાઇનો તથા એચ. ટી. લાઇનો ઘણા લાંબા સમયથી મરમત કરવામાં ન આવતા અનેક જગ્યાએ ખેતરોમાં વીજ વાયરો નીચે હોવાથી ખેતરોમાં કામ કરતા ખેડુતીને જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું. વારંવારની રજૂઆતો છતાં પણ વિભાગ દ્વારા ખેડૂતોની બળી ગયેલી ડીપી તેમજ કેબલ સમયસર બદલાવી આપવામાં આવતા નથી. સહયોગ ન આપતા હોવાનો આક્ષેપ કરીને ફરિયાદ કરી હતી કે, અનેક પ્રસંગો બન્યા છે કે, જ્યારે લાઈનમેનથી કરીને ડેપ્યુટી ઇજનેર સુધી સહયોગ આપતા નથી. આમ અનેક રજૂઆતો બાદ પણ કોઈ સહકાર ન મળતો હોવાથી આ વિસ્તારના ખેડૂતોમાં આક્રોશ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...