તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી જંગ:આવતીકાલે શહેરમાં વીશા ઓસવાળ જૈન ગુર્જર સમાજનો રસાકસીભર્યો ચૂંટણી જંગ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબરની જ્ઞાતિના યુવા અને પીઢ આગેવાનોની પેનલ વચ્ચે યોજાશે ચૂંટણી
  • નવનિયુક્ત પ્રમુખ અપોઆપ સાત સમાજના અધ્યક્ષ બનશે

ભુજમાં કાલે રવિવારે તા. 27ના વીશા ઓસવાળ જૈન ગુર્જર સમાજની નવી કારોબારી માટે ચૂંટણી યોજાશે. જ્ઞાતિના બંધારણ મુજબ આ ચૂંટણીમાં જે પ્રમુખ પદે વરાશે તેને આપોઆપ સાત સંઘનું અધ્યક્ષ પદ પણ મળશે. આ વખતે સમાજના યુવા મંડળની પેનલ સામે પીઢ અગ્રણીઓની પેનલ વચ્ચે રસાકસી થશે.મોટી વસતી ધરાવતા વીશા ઓસવાળ જૈન ગુર્જર સમાજના પ્રમુખ પદે ભુજના પૂર્વ ધારાસભ્ય અને જીએમડીસીના પૂર્વ ચેરમેન મુકેશ ઝવેરીની સતત બે ટર્મથી વરણી થઇ હતી પણ આ વખતે તેમણે ઝુકાવ્યું નથી.

3 વર્ષની મુદ્દત માટે રચાનારી નવી કારોબારી માટે એક બાજુ યુવાનો છે તો બીજી તરફ પીઢ આગેવાનો હોતાં કોની જીત થાય છે તે જ્ઞાતિમાં ચર્ચાનો વિષય બન્યો છે. યુવાનોના ગ્રુપમાં સ્મીત હસમુખ ઝવેરી અને પીઢ જૂથમાં રમેશચંદ્ર ચમનલાલ શાહ (આર. સી. શાહ)ની આગેવાની હેઠળ પેનલ બનાવાઇ છે. કુલ્લ 9 સભ્યોની કારોબારી સાથેની ચૂંટણી રસાકસીભરી બની રહેશે તેમ ચર્ચાઇ રહ્યું છે.

ચૂંટણી અધિકારી દીપક વોરાની આગેવાની તળે થનારી ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. સૂત્રોના કહેવા મુજબ કોરોના કાળને કારણે મતદાન સમયે સરકારની માર્ગદર્શિકાનું ચૂસ્ત પાલન કરવામાં આવશે. ભુજમાં લોહાણા સમાજ પછી વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબરના મોટા સમાજમાં ચૂંટણી જંગ જામશે.

સાત સંઘમાં આ સંસ્થાઓનો સમાવેશ થાય છે
સાત સંઘમાં તપગચ્છ, અચલગચ્છ, ખરતરગચ્છ, આરાધના ભવન, આઠ કોટિ મોટી પક્ષ, આઠ કોટિ નાની પક્ષ, છ કોટી અને તેરાપંથનો સમાવેશ થાય છે. કાલે યોજાનારી વીશા ઓસવાળ જૈન સમાજની ચૂંટણીમાં જે પ્રમુખ પદે વિજેતા થશે તેને આપોઆપ સાત સંઘના અધ્યક્ષ તરીકે આરૂઢ થશે.

સવારે 8 વાગ્યાથી જૈન વંડામાં મતદાન
રવિવારે સવારે 8થી બપોરે 2 સુધી જૈન વંડામાં મતદાન થશે. 550થી 600 જેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. સમાજના બંધારણ મુજબ મૂળ ભુજના હોય તેવા લાણેદાર પરિવારના કોઇ પણ એક પુખ્ત ઉમરના વ્યક્તિને મતદાન કરવાનો અધિકાર આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...