તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:આર.ટી.ઓ.માં યુવતીની છેડતી થયાની ફરિયાદ થતા વિરાંગના સ્ક્વોડે લટાર મારી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ કચ્છ અેસપી અને અાર.ટી.અો.ને ગત સપ્તાહે નનામી અરજી મોકલાતા તંત્ર હરકતમાં
  • ટેસ્ટ ટ્રેક અને અેન્ટ્રી ગેટ પાસે બેસતા યુવાનો દ્વારા યુવતીની છેડતી કરાઇ હોવાના અાક્ષેપ કરાયા

ગત સપ્તાહે નામ-સરનામા વગરની અરજી પશ્ચિમ કચ્છ અેસપી અને અાર.ટી.અો.ને મોકલાઇ હતી, જેમાં અેક યુવતિઅે પોતાની સાથે બનેલી બનાવની વ્યથા ઠાલવી હતી, અેન્ટ્રી ગેટ નજીક ઝાડ નીચે બાકડા પર બેસતા યુવાનો તેમજ ટેસ્ટ ટ્રેક પર છેડતી કરાઇ હોવાના અાક્ષેપ થતા શનિવારે વિરાંગના સ્કવોડની ટીમે લટાર મારી હતી.

અાર.ટી.અો. કચેરીમાં મોટાભાગે પુરુષ અરજદારો અાવતા હોય છે, માત્ર લાયસન્સના ટેસ્ટ ટ્રેકની પરીક્ષા હોય ત્યારે યુવતિ અને મહિલા અરજદારો અાવતી હોય છે. અાર.ટી.અો. કચેરીના અેન્ટ્રી ગેટ પર ઝાડ નીચે બાકડા રાખીને બેસતા યુવાનો તેમજ ટેસ્ટ ટ્રેક પર ફરતા યુવાનો તરફથી યુવતિની પજવણી કરી છેડતી કરવામાં અાવી હોવાની નામ-સરનામા વગરની અરજી પશ્ચિમ કચ્છ અેસપી અને અાર.ટી.અો.ને મોકલાઇ હતી. પોલીસ તંત્રે અા નનામી અરજીને ગંભીરતાથી લઇને તપાસ અાદરી હતી, શનિવારે વિરાંગના સ્કવોડની ટીમ અાર.ટી.અો.માં લટાર મારવા માટે અાવી હતી, અેન્ટ્રી ગેઇટ પર તેમજ અાર.ટી.અો.ની અંદર વિડીયો શુટિંગ કર્યું હતું.

ફરિયાદમાં નામ, સરનામા ન હોવાથી યુવતિની અોળખ થઇ શકી નથી તેમજ ખરેખર છેડતી થઇ હોય તો સરકારી કચેરીમાં અાવી અસામાજીક પ્રવૃત્તિ કરતા છેલબટાઉ યુવકો સામે કાર્યવાહી પણ થઇ શકે. બીજી તરફ, યુવતિની છેડતી કચેરીમાં બેસતા અેજન્ટો દ્વારા કરવામાં અાવી છે કે કોઇ કામથી અાવેલા અરજદારો દ્વારા કરાઇ છે તે પ્રશ્નનો પણ ઉકેલ અાવી જાય તેમ છે. કચેરીમાં છેલ્લા કેટલાક વર્ષોથી અેજન્ટો કામ કરી રહ્યા છે, અન્ય જિલ્લાની કચેરીમાં અેજન્ટોને દુર કરી દેવાયા છે પણ ભુજની કચેરીમાં અત્યાર સુધી કામ કરતા અેજન્ટો વિરૂદ્વ અાવી કોઇ છેડતિની ફરિયાદ હજુ સુધી થઇ નથી જેથી અા અરજી ઉપજાવી કાઢેલી હોય તેવું પણ અનુમાન લગાવાઇ રહ્યું છે.

અામ, જો અરજી કરનાર મહિલા સાથે ખરેખર છેડતી થઇ હોય અથવા પજવણી થઇ હોય તો વહીવટી તંત્ર પાસે રૂબરૂ મળી રજૂઅાત કરે તો અાવા અસામાજીક તત્વો સામે પગલા ભરવામાં સરળતા રહે. નોંધનીય છે કે, દોઢેક માસ પૂર્વે કોરોના મહામારીની ગાઇડલાઇનના અાર.ટી.અો.માં ધજાગરા ઉડતા હોવાની રાવ પશ્ચિમ કચ્છ અેસપી પાસે પહોંચતા ડીવાયઅેસપી જે. અેન. પંચાલ સહિતની ટીમ કચેરીમાં બપોરે અાકસ્મિક ચેકિંગ કરી હતી, જેના લીધે અફરા તફરીનો માહોલ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...