તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:શિક્ષકોના પ્રશ્નોના મુદ્દે સંગઠન દ્વારા કલેક્ટર કચેરીમાં ઊગ્ર રજૂઆત !

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષકો વતી કચ્છ કલેકટરને અાવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ગુજરાત રાજ્ય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કરેલ આહવાન અનુસાર આયોજન કરી જિલ્લા કલેકટર કચેરી ખાતે શિક્ષકોના પડતર પ્રશ્નો સંદર્ભે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા અાવેદનપત્ર અાપવામાં અાવ્યું હતું. જિલ્લા અધિક કલેકટરને પ્રાથમિક શાળામાં 2010 બાદ ભરતી થયેલ તમામ 65000 શિક્ષકોને 4200 ગ્રેડ મળે તે બાબતે ઉગ્ર રજુઆત કરી તેમજ 2012 થી ભરતી થયેલ HTAT શિક્ષક મિત્રોના RR નક્કી કરવા અને આગામી સમયમાં રાજય કક્ષાએ ધરણા કાર્યક્રમના આયોજનની જાણકારી આપી રજુઆત કરવામાં આવી હતી.

રાજય ઉપાધ્યક્ષ ખેતશી ગજરા, જિલ્લા અધ્યક્ષ કિશોરસિંહ ચુડાસમા, કાર્યકારી અધ્યક્ષ રામસંગજી જાડેજા, મહામંત્રી રમેશભાઈ ગાગલ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો