નવુ વાહન ગ્રાહકને ડિલિવરી અાપતી વેળાઅે ટેમ્પરેરી રજીસ્ટ્રેશન નંબર લગાવવાના હોય છે પણ કચ્છના માર્ગો પર દોડી રહેલા નવા વાહનો પૈકી અેકેય વાહનમાં ટેમ્પરેરી નંબર દેખાતા નથી. ટીસી નંબર લગાવવાના નિયમનો ઉલાળીયો કરવા બદલ છેલ્લા થોડા સમયથી શોરૂમ બહાર ચેકિંગ કે ડિલર સામે કોઇ કાર્યવાહી કરવામાં અાવી નથી. ડિલિવરી લેતી વખતે જ ફોટા પડાવવાની સીસ્ટમ લાગુ કરી દેવાઇ ત્યારથી અા ટીસી નંબર લગાવવાનુ નિયમ ભુલાઇ ગયુ છે.
અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં ડીલરશીપના શોરૂમ બહાર અાર.ટી.અો. તંત્ર દ્વારા અવાર નવાર ચેકિંગ કરી ડિલરને કાયદાનુ ભાન કરાવાતું હોય છે ત્યારે કચ્છના અેકેય શોરૂમ પાસે અાર.ટી.અો. તંત્ર દ્વારા કયારેય ચેકિંગ હાથ ધરાયું નથી. વાહન વેંચાણ કરતી વેળાઅે અાગળ-પાછળ ટેમ્પરેરી રજીસ્ટ્રેશન નંબર લગાવવાનો હોય છે પણ કચ્છના અેકેય ડિલર તરફથી અા નિયમનું પાલન કરવામાં અાવતુ નથી.
તો બીજી તરફ અા ટેમ્પરેરી રજીસ્ટ્રેશન નંબર લગાવાય છે તે કાગળ પણ હલકી ગુણવતા વાળો હોવાથી વાહનની સામાન્ય ગતિમાં તે ઉખડી જાય છે બાદમાં વાહન માલિક પણ ટેમ્પરેરી રજીસ્ટ્રેશન નંબર લગાવવાનું ટાળે છે. કચ્છમાં ઠેર ઠેર અોટોમોબાઇલના શોરૂમ અાવેલા છે ત્યારે અાર.ટી.અો. તંત્ર દ્વારા ચેકિંગ કરી કોઇ ધાક બેસાડતી કામગીરી કરવામાં અાવી હોય તેવો કિસ્સો સામે અાવ્યો નથી.
“અેપ્લાયડ ફોર રજીસ્ટ્રેશન’ લગાવી વાહનો દોડતા થયા
નવુ વાહન ડિલિવરી કરતી વેળાઅે ટેમ્પરેરી રજીસ્ટ્રેશન નંબર લગાવવાના હોય છે, અમુક ડિલરો તરફથી હલકી ગુણવતાવાળા કાગળ ચોટાડી દેવાય છે. જો કે વાહન માલિકો “અેપ્લાયડ ફોર રજીસ્ટ્રેશન’ લગાવીને મહિનાઅો સુધી ફરતા હોય છે. અેપ્લાયડ ફોર રજીસ્ટ્રેશન લખાવીને ફરવાનો નવો ચિલો ચિતરી દેવાયો છે. પ્રિમિયમ કારમાં વાહન ખરીદતી વેળાઅે જ સફેદ કલરની પ્લેટમાં રેડીયમથી ટેમ્પરેરી રજીસ્ટ્રેશન નંબર લગાવીને અપાય છે જે ભુસાતા નથી.
ઘણા સમય અગાઉ અેક ડિલરનું ટી.સી. રદ્દ કર્યું હતું : અાર.ટી.અો.
ડિલર તરફથી ટેમ્પરેરી રજીસ્ટ્રેશન નંબર લખવાના નિયમનો ઉલાળીયો કરવામાં અાવતો હોવાની વાત અાર.ટી.અો. સી. ડી. પટેલને કરતા તેમણે કહ્યું હતું કે, ઘણા સમય અગાઉ બે ડિલરો સામે અા મુદ્દે પગલા ભર્યા હતા. જેમાં અગ્રવાલ નામના ડિલરનું ટ્રેડ સર્ટિફિકેટ સસ્પેન્ડ કરવામાં અાવ્યું હતું, જેથી અેક માસ સુધી તેનુ ટીસી બંધ રહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.