તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:એસએમએસ, સોશિયલ મીડિયાથી આચારસંહિતાનો ભંગ સજાને પાત્ર

ભુજ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને જાહેરનામા બહાર પડાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને વિવિધ જાહેરનામા બહાર પડાયા છે. આગામી સ્થાનિક સ્વરાજયની સામાન્ય ચૂંટણી સંદર્ભે કોઇપણ વ્યકિતને આચારસંહિતાનો ભંગ થાય તેવા સંદેશા એસ.એમ.એસ., સોશિયલ મારફતે મળે તો ભારતીય દંડ સંહિતા, લોકપ્રતિનિધિ ધારો, ચૂંટણી આચાર સંહિતા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા ચૂંટણીપંચ દ્વારા પશ્ચિમ કચ્છ ખાતે નોડલ અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલની નિમણૂક કરવામાં આવી છે. જે કોઇ સંદેશાની વિગત અને સંદેશા મળે અને તેઓ આ અંગે ફરિયાદ કે રજૂઆત કરવા માંગતા હોય તેઓને આવા સંદેશાની વિગત પોલીસ કન્ટ્રોલ રૂમ ભુજ ખાતે મોબાઇલ નં.9979923450 અને 02832-250960 પર જાણ કરવા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા જણાવાયું છે.

ઉપરાંત તા.8-2થી તા.13-2 સુધી ઉમેદવારીપત્રકો ભરાશે અને તા.15-2ના ઉમેદવારી પત્રકોની ચકાસણી, તા.16-ર સુધી ઉમેદવારીપત્રકો પાછા ખેંચાશે જેથી ચૂંટણી અધિકારીની કચેરીની આસપાસ 100 મીટરની ત્રિજ્યામાં માત્ર બે વાહનોને આવવા દેવા, કચેરીમાં ઉમેદવાર સાથે બે વ્યક્તિઓને આવવા દેવા કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા જણાવાયું છે.

ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટની નિમણૂક
મેજિસ્ટ્રીયલ પાવર ધરાવતા ન હોય તેવા ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, વિવિધ કામગીરી માટે નિમાયેલા નોડલ અધિકારીઓ, ફ્લાઇંગ સ્કવોડ, સ્ટેટીક સર્વેલન્સ ટીમમાં નિયુક્ત તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓને ચૂંટણી કામગીરી માટે નિયુક્ત કરવા જરૂરી જણાય તે રીતે નિયુક્ત કરવામાં આવે તેવા તમામ અધિકારીઓ, કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકે નિમવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો