તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:મુંદ્રાના નાના કપાયા સ્થિત જીંદાલ સો પાઇપ એકમ સામે સ્થાનિકોને રોજગાર સહિતની માંગણી મુદ્દે ગ્રામજનોના ધરણાં

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માજી સરપંચ સાથે 20 જેટલા ગ્રામજનો એકમ સામે ધરણાં પર બેઠા
  • 20 વર્ષથી કાર્યરત કંપની નિયમોનુસાર કામ કરી 175 સ્થાનિક લોકોને રોજગાર આપે છે - કંપની મેનેજર

તાલુકા મથક મુન્દ્રા નજીકના નાના કપાયા સ્થિત જીંદાલ સો પાઇપ ઉદ્યોગ એકમ સામે સ્થાનિકોને રોજગારી સહિતના વિવધ મુદ્દાની માંગ સંતોષવા સાથે ગ્રામ પંચાયતના સભ્યો અને માજી સરપંચ દ્વારા અચોક્કસ મુદ્દત સુધીના ધરણાં પ્રદર્શનની શરૂઆત કરાઇ છે.

માંગ નહિ સંતોષાય તો આમરણાંત ઉપવાસ આંદોલ થશે

નાના કપાયા ગામના 15 વર્ષ સુધી સરપંચ પદે રહેલા અને હાલ પંચાયતના સભ્ય સામજી લાખા સોધમ સાથે અન્ય 4થી 5 જેટલા સદસ્યો અને 15 જેટલા સ્થાનિક લોકો સાથે રોજગારી સહિતના મુદ્દે આજથી જીંદાલ સો પાઇપ ઉદ્યોગ એકમની સામે ધરણાં પર બેઠા છે, જો બે ત્રણ દિવસમાં તેમની માંગ નહિ સંતોષાય તો આમરણાંત ઉપવાસ આંદોલ કરવાની ચીમકી પણ તેમણે એક અરજીમાં દર્શાવી છે.

ગામના કામદારોનું શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ

ધરણાં પર બેઠેલા લોકોની માંગણી છે કે સ્થાનિકોને પૂરતા પ્રમાણમાં રોજગારી આપવામાં આવતી નથી. જે લોકો 12 કલાક નોકરી કરે છે તેમને 8 કલાક પ્રમાણે વેતન આપવામાં આવે છે. તેવા કર્મીઓને ઓવરટાઈમ મળવો જોઈએ. જે કામદાર દસ બાર વર્ષથી કંપનીમાં નોકરી કરે છે તેમને કાયમી કરવા અને વાર્ષિક પગાર વધારો સરકારી નિયમોનુસાર મળવો જોઈએ. જે વર્ષે માત્ર 200 રૂપિયાજ વધારવામાં આવે છે. તેમજ એકમ દ્વારા કંપની મારફત દૂષિત પાણીનો નિકાલ વરસાદી વહેણમાં કરવામાં આવે છે. તેના કારણે ગામમાં પ્રદુષણ ફેલાય છે. તે બંધ થવું જોઈએ તો અન્ય પરપ્રાંતિ મજૂરો સાથે ગામના કામદારોનું શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ પણ આ અરજીમાં કરવામાં આવ્યા છે.

હાલ એકમ અંદર સ્થાનિક 175 જેટલા લોકો કામ કરે છે

અલબત્ત જીંદાલ સો પાઇપ કંપનીના મેનેજર જાદવે આ વિશે તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ એકમ છેલ્લા વિસ બાવીસ વર્ષથી કાર્યરત છે. કંપની દ્વારા કોઈજ નિયમનું ઉલ્લંઘન નથી કરવામાં આવતું. હાલ એકમ અંદર સ્થાનિકના 175 જેટલા લોકો કામ કરી રોજગારી મેળવી રહ્યાં છે. અન્ય ગ્રામજનોને કંપની સાથે વાંધો નથી પણ આ જે ધરણાં ચાલુ કરવામાં આવ્યા છે તે માત્ર વ્યક્તિગત સ્વાર્થ માટે થઈ રહ્યાં છે. કંપનીના નિયમમાં જે સમાવેશ થઈ શકશે એ મુજબ કાર્ય કરવામાં આવી રહ્યાં છે. અને આગામી સમયમાં પણ કરવામાં આવતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...