બેઠક:કચ્છમાં ભૂકંપ બાદ પુનવર્સનથી વસાવેલા ગામ, વાંઢોને ગામતળમાં સમાવવા તજવીજ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે જિલ્લા સમાહર્તાના અધ્યક્ષસ્થાને મળશે બેઠક
  • જમીનો ગામતળ નીમ થયેલી ન હોવાથી લોકોને પડતી મુશ્કેલ

કચ્છમાં 2001ના ભૂકંપ બાદ વસાવવામાં અાવેલા ગામ, વાંઢોની જમીન ગામતળ નીમ થયેલી ન હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે, જેથી અાવા ગામ, વાંઢોને ગામતળમાં સમાવવા માટે તંત્રઅે કમર કસી છે અને તા.18-12, શનિવારના કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળશે.2001માં જિલ્લામાં વિનાશક ભૂકંપ બાદ ઘણા ગામોમાં સ્વૈચ્છિક સંસ્થાઅો દ્વારા અાવાસ બાંધકામ માટે જમીન ફાળવવામાં અાવી છે.

અાવી જમીનો ગામતળ તરીકે નીમ થયેલી ન હોવાથી પ્લોટ ધારકોને તેમના માલિકી હક્ક અંગેના અાધારો જેવા કે, સનદ, મિલકત અાકારણી રજિસ્ટરે નામ ન ચડવા કે, ગામ નમૂના 2માં નોંધ થયેલી ન હોવાથી તેઅો સહાય કે, અન્ય સરકારી લાભોથી વંચિત રહી જાય છે, જે અંગેની અનેક ફરિયાદો તંત્ર સમક્ષ અવાર-નવાર અાવતી રહે છે, જેથી તંત્ર દ્વારા અાવા ગામો, વાંઢોના ગામતળ નીમ કરવા તજવીજ હાથ ધરી છે અને અા અંગે તા.18-12-21, શનિવારના સવારે 11 કલેક્ટર કચેરીઅે બેઠક મળશે, જેમાં જિલ્લા વિકાસ અધિકારી, તમામ પ્રાંત અધિકારીઅો, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ), સુપ્રિન્ટેન્ડેન્ટ જમીન દફતર, ડી.અાઇ.અેલ.અાર. વગેરેને હાજર રહેવા કલેક્ટર પ્રવીણા ડી.કે.અે અાદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...