તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સતર્કતા:કોરોનાના વધતા સંક્રમણના પગલે ભુજ રેલવે સ્ટેશન પર સતર્કતા વધારવામા આવી

ભુજ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આરોગ્ય અને રેલવે ટીમના કોરોના વોરિયર્સ સક્રિય

વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર થયેલા નોવેલ કોરોના વાયરસ કોવીડ-19ના બીજા તબક્કાના સંક્રમણને ડામવા અને સાવચેતીના પગલાં લેવાના ભાગરૂપે રાજય બહારથી આવતા રેલયાત્રીઓનું ભુજ રેલવે સ્ટેશન ખાતે રેલવે તેમજ આરોગ્ય ટીમ દ્વારા સઘન ચેકીંગ અને ટેસ્ટીંગની કામગીરી થઇ રહી છે.

કોવીડ-19ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય ખાતું અને જીઆરપી, રેલવેના સંયુકત પ્રયાસોથી બીજા રાજયોમાંથી આવતાં યાત્રીઓના આર.ટી.પી.સી.આર.ની કામગીરી 1 માસ ઉપરાંતથી ચાલી રહી છે.

બહારના રાજયોના યાત્રીઓની થર્મલગનથી તાપમાન ટેસ્ટ તેમજ તેમના કોવીડ-19ના ટેસ્ટનું આરોગ્ય પ્રમાણપત્ર અને ઓળખપત્રની ચકાસણી કરાવવામાં આવે છે તેમજ જેમનો ટેસ્ટ ના થયો હોય તેવા અન્ય રાજયોના મુસાફરોનો હાલે ભુજ રેલવે સ્ટેશન પર ધનવંતરી રથની ભુજ તાલુકાની આરોગ્યની બે ટીમ દ્વારા ચકાસણી કરાઇ રહી છે.

હાલ ભુજ રેલવે સ્ટેશન ખાતે દૈનિક દાદર-ભુજથી, સયાજીનગરી એકસપ્રેસ, બાન્દ્રા-ભુજથી કચ્છ એકસપ્રેસ તેમજ બ્રાન્દ્રા ભુજ એસી સુપરફાસ્ટ ત્રણ દિવસ અને પુના ભુજ પાંચ દિવસ માટે આવે છે. જેમાં યાત્રીઓના કોવીડ ટેસ્ટની સઘન કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો