હોબાળો:મોદીના જન્મદિને જ અબડાસા ભાજપ પરિવારના વોટસઅપ ગ્રુપમાં ગાળો ભાંડતો વીડિયો વાયરલ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક ગામના સરપંચ પતિ દ્વારા સરકાર અને પી.એમ. માટે બેહુદા શબ્દ વપરાયા

અબડાસા તાલુકા ભાજપ પરિવાર નામના વોટસઅપ ગ્રુપમાં ભાજપ સરકાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગંદી ગાળો આપતો વીડિયો મોદીના જન્મદિને જ વાયરલ થયો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, અબડાસા તાલુકાના એક ગામના મહિલા સરપંચના પતિએ અંત્યત ગંદી અને ગાળીગલોચ વાળી ભાષામાં કેન્દ્ર-રાજ્ય સરકારો તેમજ વડાપ્રધાન (અને પૂર્વ મુખ્ય પ્રધાનને) ભાંડતા શબ્દો ઉચ્ચારતી 4 ઓડિયો ક્લિપ અન્ય ગ્રુપોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને વાયરલ થતાં આ મુદ્દો તાલુકા ભાજપમાં તેમજ સમગ્ર પશ્ચિમ કચ્છમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સમયે સરપંચ પતિ દારૂના નશામાં હોવાનું જણાયું હતું.

અબડાસા તાલુકા ભાજપ પ્રમુખે ગાળો આપવાના મુદ્દે ખ્યાલ ન હોવાનું જણાવ્યું
વડાપ્રધાન તેમજ ભાજપ સરકારને ગાળો આપવાના મુદ્દે અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ ભાનુશાલીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે તેઓને કોઇ ખ્યાલ નથી. તેઓ ભાજપના 40થી વધુ ગ્રુપમાં જોડાયેલા હોવાથી આ મુદ્દે અવગત નથી. તેમજ સરપંચ પતિનો સંપર્ક કરવામાં આવશે તથા તેઓ દારૂના નશામાં રહેતા હોવાનું પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...