તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિડીયો વાયરલ:ધાણેટી પાસે ટ્રાન્સપોર્ટરોએ ત્રસ્ત થઇ RTO ઇન્સ્પેકટરને ગાળો ભાંડતાં વિડીયો વાયરલ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છ માસ પહેલા થયેલી બોલાચાલીનો વિડીયો હવે વાયરલ કરવા પાછળ કોનો મલીન મનસુબો ?
  • ગત વર્ષે શેખપીર પાસે પ્રાઇવેટ કારમાં ચેકિંગ કરતા અા ઇન્સ્પેકટર રહ્યા હતા ચર્ચામાં

છ માસ અગાઉ ધાણેટી પાસે ટ્રાન્સપોર્ટરો અને અાર.ટી.અો. ઇન્સ્પેકટર વચ્ચે થયેલી બોલચાલીનો વિડીયો બે દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. ભુજના કોઇ અેજન્ટે ઇન્સ્પેકટરથી ખુન્નસ કાઢવા માટે અા વિડીયો વાયરલ કર્યો હોવાની ચર્ચા છે. અા ઇન્સ્પેકટરને ચેકિંગ કામગીરીથી ત્રાસી ગયેલા ટ્રાન્સપોર્ટરોઅે બેફામ ગાળો ભાંડી હતી. છ માસ જૂનો અેક-અેકને વ્હોટસઅેપ મારફતે મોકલવા પાછળ શું મનસુબો હોઇ શકે તે પણ શંકાનો વિષય છે.

ગત વર્ષે શેખપીર પાસે બ્લેક કલરની વેરના કારમાં પ્રાઇવેટ માણસને સાથે રાખી ચેકિંગમાં નીકળેલા ઇન્સ્પેકટરનો પર્દાફાશ દિવ્ય ભાસ્કરની ટીમે કર્યો હતો, જો કે બાદમાં ઇન્સ્પેકટર સામે કોઇ ખાસ પગલા લેવાયા ન હતા. અેક વર્ષ બાદ ફરી અા ઇન્સ્પેકટર પોતાની ચેકિંગ કામગીરીને કારણે જ વિવાદમાં સપડાયા છે.

છ માસ પૂર્વે સરકારી વાહનમા ચેકિંગમાં નીકળેલા અા ઇન્સ્પેકટરે ધાણેટી વિસ્તારમાં રોડની સાઇડમાં ઉભેલી ગાડીના ડ્રાઇવરને કાંટો કરાવવા માટે લઇ જવાની વાત કરી હતી, ચાઇનાકલે લોડ થયેલી ગાડીની પરમીટ, રોયલ્ટી તેમજ ગાડી અન્ડરલોડ હોવાની ડ્રાઇવરે વાત કરી છતાંય ઇન્સ્પેકટર ટસના મસ થયા ન હતા જેથી ડ્રાઇવરે ટ્રાન્સપોર્ટરને ફોન કર્યો હતો.

ધાણેટીના યુવાન ત્યાં અાવીને ઇન્સ્પેકટરને કહ્યું હતું કે, મારી બે ગાડીના હપ્તા તમને અાપુ છુ અા ગાડીનો હપ્તો નથી મળતો અેટલે દરરોજ હેરાન કરવાનુ કહી ગાળો ભાંડી હતી. બાદમાં કહ્યું જો તમે સાચા હો તો તમારી વર્દીના સોગંદ ખાવ તો હું મારી ગાડી કાંટા પર લઇ જવા તૈયાર છું. જો કે, ટ્રાન્સપોર્ટરોનો રવૈયો જોઇ ઇન્સ્પેકટરની બોલતી બંધ થઇ ગઇ હતી બાદમાં ત્યાંથી નીકળી ગયા હતા.

ઇન્સ્પેકટરે ત્રીજી વખત હેરાન કરતા પિત્તો ગયો
સુત્રોમાંથી મળતી વિગતો મુજબ અા ઇન્સ્પેકટર શેખપીર વિસ્તારમાં અવાર નવાર ચેકિંગમાં નીકળતા હોય છે, પોતાની ડયુટી હોય કે ન હોય પ્રાઇવેટ કારથી પણ ચેકિંગ કરતા હોય છે. અગાઉ બે વખત ગાડીને ઉભી રખાવાઇ હતી. અેક વખત ગાડીમાં 800 કિલો વજન વધારો હતો તો મેમો અાપ્યો હતો અને મેમોમાં લખાયેલા વજનની તો અાખી ગાડી ન હતી. બાદમાં અાર.ટી.અો. સી.ડી.પટેલે વચ્ચે પડી મામલો થાળે પાડયો હતો. અે જ ઇન્સ્પેકટરે અા ટ્રાન્સપોર્ટરની ત્રીજી વખત ઉભેલી ગાડીનો કાંટો કરાવવાનું કહેતા તેનો પિત્તો ગયો હતો. અા ટ્રાન્સપોર્ટરની અોફીસે ચાય પીવા પણ ગયો હતો જેના બીજા જ દિવસે
ફરી મેમો પણ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...