તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:કલેક્ટર કચેરીએ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના એકશન પ્લાનની વીડિયો કોન્ફરન્સ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10મી જુલાઈથી સવારે 7થી રાત્રે 8 વાગ્યા સુધી કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે
  • જિલ્લા સમાહર્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજી રૂપરેખા પર સૂચના અપાઈ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 15મીથી 28મી જુલાઈ સુધી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા લેવાશે, જેથી જિલ્લા મથક ભુજ સ્થિત કલેકટર કચેરીઅે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જે પ્રસંગે પરીક્ષા દરમિયાન ભુજ સ્થિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઅે જિલ્લા કક્ષાનો કન્ટ્રોલ રૂમ અને લેન્ડ લાઈન 02832-250156 નંબર ઉપર 10મી જુલાઈથી સવારે 7થી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રાખવામાં અાવશે. જેવું પણ ડી.ઈ.અો. દ્વારા જણાવાયું હતું.

વિશેષ માહિતી અાપતા જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાન પ્રજાપતિઅે જણાવ્યું હતું કે, વીડિયો કોન્ફરન્સમાં કલેકટર અને જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ પ્રવિણા ડી. કે. દ્વારા ભુજ, ગાંધીધામ અને નખત્રાણામાં ધોરણ 10 અને ભુજમાં ધોરણ 12ના વિદ્યાર્થીઅોની પરીક્ષાની તૈયારીઅોની છણાવટ કરવામાં અાવી હતી. મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારી ડો. જનક માઢકને પરીક્ષા કેન્દ્રોઅે કોવિડ-19ની માર્ગદર્શિકા મુજબ તમામ વ્યવસ્થા કરવા અને જરૂર પડે તો અલગ રૂમની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

અેસ.ટી. નિયામક વાય. કે. પટેલને પરીક્ષાર્થીઅો 1 કલાક પહેલા પરીક્ષા સ્થળે પહોંચે તે રીતે વ્યવસ્થા ગોઠવવા અને ભુજ, ગાંધીધામ, નખત્રાણામાં સંકલન સાધવા જણાવ્યું હતું. પશ્ચિમ કચ્છ ડી.વાય.અેસ.પી. જે. અેન. પંચાલને કોવિડ-19 પ્રમાણે કાયદો વ્યવસ્થા જાળવવા સૂચના અાપી હતી. પી.જી.વી.સી.અેલ.ના અધિકારી ડી.બી. વામજાને વીજ પ્રવાહના સાતત્ય જાળવવા સૂચના અાપી હતી.

અા તકે નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી. પ્રજાપતિ, પરીક્ષા સભ્ય સચિવ જી.જી. નાકર, અધિક્ષક ઈજનેર અેમ.કે. વોરા, ઈજનેર જે.અેમ. કષ્ટા, માહિતી નિયામક અેમ.ડી. મોડાસિયા હાજર રહ્યા હતા.

ઝોનલ અધિકારી સાથે ચર્ચા
અેસ.અેસ.સી. માટે ભુજના ઝોનલ અધિકારી ડી.વી. પંડ્યા, ગાંધીધામના ઝોન અધિકારી જે.બી. સથવારા, નખત્રાણાના ઝોન અધિકારી કમલેશ મોતા, અેચ.અેસ.સી. માટે ભુજના ઝોનલ અધિકારી બીપીન વકીલ સાથે પણ વિગત ચર્ચા કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...