આયોજન:ફિટનેસ કેમ્પ હોય ત્યારે ભુજ આરટીઓમાં વાહનો જ ન ફરકે

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા થોડા સમયથી તાલુકા મથકે કેમ્પોમાં પણ સંખ્યા વધી
  • દૈનિક 100 જેટલા વાહનો પણ કેમ્પ હોય ત્યારે માત્ર 8-10 વાહન

ભુજ અને ગાંધીધામ કચેરીઅે વાહન ફિટનેસ (પાસિંગ) માટે અાવે છે, નવી અેપલીકેશન અમલમાં અાવ્યા બાદ પાસિંગ માટે અાવતા વાહનોની સંખ્યા વધી ગઇ છે. તો છુટછાટની પણ તારીખ નજીક અાવી જતા વાહનોની સંખ્યામાં વધારો નોંધાયો હતો. જો કે, તાલુકા મથકોઅે ફિટનેસ કેમ્પ હોય ત્યારે ભુજની કચેરીઅે પાસિંગ માટે અાવતા વાહનોની સંખ્યા 5 ટકા જ રહે છે. ભુજની કચેરીઅે દરરોજ 90થી 100 નાના-મોટા વાહનો પાસિંગ માટે અાવે છે પણ મુન્દ્રા, માંડવી, નખત્રાણા તાલુકા મથકે ફિટનેસ કેમ્પ હોય ત્યારે કચેરીઅે 8થી 10 વાહનો જ અાવે છે.

વાહન પાસિંગ માટે અાવે ત્યારે ઇન્સ્પેકટર પોતાના મોબાઇલમાં અાઠ પ્રકારના ફોટા પાડે છે જેમાં વાહનની ચારેય સાઇડ, મીટર, વાહન અંદરનુ અને ચેસીસ નંબરનું ફોટો અપલોડ થાય છે. ફોટો અપલોડ થયા બાદ ફિટનેસ અોકે થાય છે. અાર.ટી.અો. તંત્ર તરફથી દર બુધવારના ફિટનેસ કેમ્પનું અાયોજન કરાય છે જેના લીધે વાહન માલિકોને રાહત થાય છે અને નજીકના સ્થળે ફિટનેસ કરાવી શકે છે. બુધવારે નખત્રાણા ખાતે ફિટનેસ કેમ્પમાં 80થી વધુ વાહનો હાજર રહ્યા હતા તો મુંદરા ખાતે પણ ગત સપ્તાહના 100થી વધુ વાહનો હાજર હતા.

ગાંધીધામની કચેરીઅે દૈનિક 100થી વધુ વાહનોનું ફિટનેસ

પૂર્વ કચ્છમાં પણ રાપર, ભચાઉ સહિતના તાલુકા મથકોઅે ફિટનેસ માટે કેમ્પનું અાયોજન કરાય છે. બુધવારના ફિટનેસ કેમ્પ હોય ત્યારે કચેરીઅે અાવતા વાહનોની સંખ્યામાં કોઇ નોંધપાત્ર તફાવત દેખાતો નથી. અલબત્ત, ગાંધીધામ-મુન્દ્રા ટ્રાન્સપોર્ટેશન હબ હોવાથી દૈનિક 100થી વધુ વાહનો કચેરીઅે હાજર હોય છે પણ ફિટનેસ કેમ્પ હોય ત્યારે કચેરીઅે અાવતા વાહનોમાં કોઇ તફાવત જણાતો નથી.