તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વેટ, CST કાયદા તળે માંગણાની વસુલાતથી વેપારીઓને હાલાકી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નાયબ મુખ્યમંત્રીને રાવ

વેટ તથા સીઅેસટી કાયદા હેઠળના ક્ષતિયુક્ત માંગણાની નોટિસ પાઠવી તેના અાધારે કરાતી વસુલાતની કાર્યવાહી સ્થગિત કરવા માંગ ઉઠી છે.મોટાભાગના કિસ્સામાં અા નોટિસમાં દર્શાવવામાં અાવેલી માંગણાની રકમ ક્ષતિયુક્ત છે, કારણ કે, અા રકમમાં વેપારી દ્વારા કરવામાં અાવેલા ભરણાની રકમ બાદ અાપવામાં અાવી નથી. વેપારીઓઅે અા બાબતે અપીલ કરી હોય અને અપીલેટ ઓથોરિટી દ્વારા માંગણાની વસુલાત વિરૂધ્ધ મનાઇ હુકમ અાપ્યો હોય તેમ છતાં પણ તેવા વેપારીઓને અેસઅેમઅેસ અથવા તો ઇ-મેઇલ મારફતે નોટિસ પાઠવાઇ છે.

અમુક કિસ્સામાં વાણિજ્યક વેરા પંચ, હાઇકોર્ટે મનાઇ હુકમ અાપ્યો હોવા છતાં પણ નોટિસ પાઠવી દેવાઇ છે. અમુક વેપારીઅોઅે વેરા સમાધાન યોજના-2019 હેઠળ અરજી કરી છે અને તેમણે હપ્તા પણ નિયમિત ભર્યા છે તેમ છતાં પણ તેઅોને નોટિસ ઠપકારાઇ છે. જો કે, અાવા કિસ્સામાં રેમીશન અાદેશ પસાર કરી માંગણું રદ કરવાનું થાય છે. કેટલાક વેપારીઅોને તેમની અાકારણીના અાદેશની બજવણી કરાઇ નથી પરંતુ તેમને પણ ખાતા દ્વારા અા પ્રકારની નોટિસ તો પાઠવાઇ જ છે, જે અયોગ્ય છે કેમ કે, ગુજરાત મૂલ્યવર્ધીત વેરા અધિનિયમની જોગવાઇ મુજબ અાદેશની બજવણી થયાના દિન-30 સુધી માંગણાનું ચુકવણું કરવાનું હોય છે અને જો માંગણા બાબતે કોઇ અસંતોષ હોય તો 60 દિવસમાં અપીલ કરવાની રહે છે.

કેટલાક કિસ્સામાં વેપારીઓઅે અપીલ અરજી કરી નાખી છે અને તે માટે ઠરાવેલી પ્રિ-ડિપોઝિટની રકમ પણ ભરી નાખી છે પરંતુ તેમને અપીલેટ અોથોરિટી તરફથી મનાઇ હુકમ નથી અપાયો તો પણ તેઓને નોટિસ અપાઇ છે જે અયોગ્ય છે. ક્ષતિયુક્ત માંગણા અંગે નોટિસ કરાશે તો વેપારીઓ મુશ્કેલીમાં મુકાઇ જશે, જેથી કાર્યવાહી સ્થગિત રાખવા ભુજ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ અનિલ ગોરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લેખિત રજૂઅાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...