તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકીય કાર્યો:ભુજમાં શાઈનિંગ લેડીઝ કલબ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજમાં શાઈનિંગ લેડીઝ કલબ દ્વારા દેવ દિવાળી પર્વને અનુલક્ષીને પ્રમુખ સુશીલા પી. આચાર્યના માર્ગદર્શન હેઠળ શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વિવિધ સામગ્રીનું વિતરણ કરાયું હતું. સહમંત્રી ડો.કૃતિ આચાર્ય તરફથી દાબેલી, દિપ્સાબેન આચાર્ય તરફથી વિવિધ ફાળો તથા નાના બાળકોને રમકડા તેમજ મીઠાઈના પેકેટ, બિસ્કીટ, કપડા, સ્લીપર, વેફર, ચોકલેટ, સુકો નાસ્તો વગેરે રચનાબેન, જસુબેન, શિવાની, પૂજા અયાચી, દિલસાદબેન, હાર્દિકાબેન, પ્રીતિબેન, જાગૃતીબેન, રાધિકાબેન ટાંક, જ્યોતિબેન, નિશાબેન તરફથી વિતરિત કરાયા હતા. નાના કરી બાળા તનિષ્કા આચાર્ય પણ બાળકોને ફટાકડા અને ચોકલેટ વિતરિત કર્યા હતા. આ અવસરે નગરપાલિકાના સહયોગથી માસ્કનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે નગર અધ્યક્ષા લતાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી રચનાબેન શાહ, ખજાનચી જશુબેન વેગડ તથા મીડિયા ઇન્ચાર્જ શિવાનીબેન પટેલે વ્યવસ્થા સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો