કાર્યવાહી:વલસાડ પોલીસે બાયોડિઝલ કેસના સુત્રધાર ભુજના યુવાનને ઉઠાવ્યો

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • SOG એ પકડેલા ટેન્કરમાં ભુજના શખ્સનું નામ ખુલ્યું
  • શનિવારે પશ્ચિમ કચ્છ અેલસીબીની ટીમને સાથે રાખી અટક કરી

વલસાડ પાસે ધરમપુર તાલુકાના લાકડમાળ ગામ પાસે પ્રવાહી ભરેલુ અેક ટેન્કર ચારેક દિવસ પૂર્વે પકડાયો હતો, જે પ્રવાહી લાકડમાળના શેડમાંથી ભર્યું હોવાની કેફીયત ડ્રાઇવરે અાપી હતી. અેસઅોજીની ટીમે ત્યાં છાપો મારતા બેઝ અોઇલમાંથી નકલી બાયોડિઝલ બનાવવાની સામગ્રી મળી અાવી હતી. અા સમગ્ર પ્રકરણા મુખ્ય સુત્રધાર ભુજના ઇમરાન ઇબ્રાહીમ મેમણ અને સુરતના અેક શખ્સ સામે ગુનો નોંધાયો હતો.

સુરત પોલીસની ટીમે નાની વહિયાળ પાસે પ્રવાહી ભરીને જતા એક ટેન્કરની ઝડતી લેતા તેમાંથી બાયોડીઝલ હોવાનું જાણવા મળ્યું હતું. ચાલકની પુછપરછમાં લાકડગામના મિત્ર ગુંજન ભેસાણિયાના શેડમાથી આ પ્રવાહી ભર્યુ હોવાની કેફીયત અાપતા પોલીસે ત્યાં છાપો મારી શેડમાંથી કેમિકલયુક્ત બાયોડીઝલ બનાવવાની સાધન સામગ્રી ઝડપી પાડી હતી. જયાં કામ કરતો કિશન શલેડિયાએ પણ ગુંજન ભેસાણિયાનો જ આ શેડ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ અંગે ડીવાયએસપી એચક્યુ મનોજ શર્માએ જણાવ્યુ કે આ રેકેટમાં સુરતનો ગુંજન ભેસાણિયા અને કચ્છનો ઇમરાન મેમણ છે. તેઓ પાસેથી ટેન્કરો મારફત બેઝ ઓઇલ મગાવી ‌‌ફિલ્ટર મશીનો દ્વારા પ્રોસેસ કરી ગેરકાયદે રીતે કેમિકલયુક્ત બાયોડીઝલ બનાવી ગુજરાત અને અન્ય રાજ્યોમાં ગેરકાયદે વેચાણ કરતા હતા. જે માટે ટેન્કર ચાલક મોહન મગન પરમાર (રહે,ગામ મંગૂણી,જામનગર) અને કિશનકુમાર હરજી શલડિયા (રહે, લાકડમાળ, મૂળ અમરેલી) અને વોન્ટેડ ગુંજન જીતુ ભેસાણિયા અને ઇમરાન મેમણ વિરૂધ્ધ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઇ હતી. પોલીસે દરોડો પાડી જ્વલનશીલ પેટ્રોલિયમ અને એસિડિક પ્રવાહી 31831 લીટર (કિમત 11.22 લાખ), ક્રિમ કલરનો કેમિકલયુક્ત ઘન પાઉડર 175 કિ.ગ્રામ (કિમત 5,250), ટેન્કર કિમત 10 લાખ, ફિલ્ટર તથા હીટિંગ મશીન નંગ-5 (કિમત 10.50 લાખ), લોખંડના ટાંકા નંગ-3 (કિમત 3 લાખ), મોબાઇલ નંગ-3 (કિ 10 હજાર) મળી કુલ 37.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અા બનાવમાં વલસાડ અેસઅોજીની ટીમ ઇમરાન ઇબ્રાહીમ મેમણને પકડવા માટે ભુજ પહોંચી અાવી હતી, અેલસીબીની ટીમને સાથે રાખી તેની અટકાયત કરાઇ હતી. શનિવારે અટક કર્યા બાદ વલસાડ જવા માટે રવાના થઇ હોવાનું જાણવા મળ્યું હતું.

મુખ્ય સુત્રધારની ભુજની જ બેલડી સાથે ભાગીદારી
સુરત પોલીસે નકલી બાયોડિઝલ પ્રકરણમાં ભુજના ઇમરાન મેમણની અટકાયત કરી વલસાડ લઇ ગઇ છે. છેલ્લા અાઠેક માસથી ઇમરાન મેમણ જમીનના ધંધા સાથે સંકળાયેલા ભુજના ડેવલોપર્સ બે સગા ભાઇ સાથે બાયોડિઝલનો ધંધો શરૂ કર્યો હતો અને ગુજરાતભરમાં પોતાનું નેટવર્ક કરવા માટે ત્રણેય જણા મથી રહ્યા હતા. ઇમરાન પણ અગાઉ ડેવલોપર્સનો ધંધો કરતો હતો બાદમાં મંદી અાવતા નવા નવા પેતરા
શરૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...