• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Vagad Fault Again Trembled With More Than 3 Magnitude Tremors, Epicenter Recorded At A Distance Of 17 Km From Bhachau

પૂર્વ કચ્છમાં ફરી ભૂકંપ:વાગડ ફોલ્ટ ફરી 3 થી વધુની તીવ્રતાના આંચકાથી ધ્રુજ્યો, ભચાઉથી 17 કિ.મી.ના અંતરે નોંધાયું કેન્દ્રબિંદુ

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

5 દિવસ બાદ વાગડ ફોલ્ટ ફરી 3થી વધુની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રુજ્યો હતો અને ભચાઉથી 17 કિ.મી. દુર 3.4ની તીવ્રતાના કંપન સાથે ધરા ધ્રુજી હતી.

2001ના ભયાવહ ભૂકંપનું કેન્દ્રબિંદુ એવા વાગડ ફોલ્ટલાઇન ફરી સક્રીય થઇ છે અને 1 થી લઇને 4 સુધીની તીવ્રતાના આંચકાઓનો દોર જારી રહ્યો છે. 5 દિવસ બાદ ફરી 3થી વધુની તીવ્રતાના આંચકા સાથે પૂર્વ કચ્છની ધરા ધણધણી હતી. રવિવારના રાત્રે 9.56 કલાકે 3.4ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 17 કિ.મી. દુર ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં 23.429 અક્ષાંશ, 70.425 રેખાંશ સાથે 20.8 કિ.મી.ની ઉંડાઇએ નોંધાયું હતું.

પૂર્વ કચ્છની અશાંત ધરામાં સળવળાટ જારી રહ્યો છે અને તા.14-10ના દુધઇથી 20 કિ.મી. દુર 2.1ની તીવ્રતાના હળવા કંપન બાદ 3થી વધુની તીવ્રતાના આંચકા સાથે પૂર્વ કચ્છની ધરા ફરી ધ્રુજી હતી. પાંચ દિવસ અગાઉ એટલે કે, તા.12-10ના વહેલી સવારે 4.22 કલાકે રાપરથી 13 કિ.મી. દુર 3.7ની તીવ્રતાના આંકાએ વાગડના લોકોને રીતસરના ડરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...