તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અહેવાલ:વડોદરા પોલીસે ફડિંગ મુદ્દે ત્રણેય શખ્સોના નિવેદન લઇ છોડી મુકયા

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 40 લાખ મસ્જિદ બનાવવા માટે અપાયા હોવાના અહેવાલ

અાફમી ચેરીટેબલ ટ્રસ્ટના બેંક ખાતામાં મેળવેલી દાનની રકમમાંથી ભુજમાં 40 લાખ રૂપિયાના ખર્ચે મસ્જીદ બનાવવા માટે અપાયા હોવાની ચોંકાવનારી વિગત સામે અાવ્યા બાદ ભુજમાંથી ઉઠાવાયેલા ત્રણેય શખ્સોની પુછપરછ કરી તેમને છોડી મુકાયા હતા. ધર્માંતરણ, સરકાર વિરોધી આંદોલનો અને કોમી તોફાનોમાં સંડોવાયેલા આરોપીઓને છોડાવવા શહેરના સલાઉદ્દીન શેખ તથા ઉમર ગૌતમ સહિતના આરોપીઓની સામે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યા બાદ મામલાની ઝીણવટભરી તપાસ કરાઇ રહી છે.

પોલીસે સલાઉદ્દીનના ખાસ સાગરીત ગણાતા મહમદ હુસેન ગુલામરસૂલ મનસુરીની ધરપકડ કરી વિવિધ મુદ્દા પર તપાસ કરવા 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. દરમિયાન એસીપી ક્રાઇમ ડી.એસ.ચૌહાણની આગેવાનીમાં બનાવાયેલી એસઆઇટીની તપાસમાં હુસેન મનસુરીએ આફમી ટ્રસ્ટની દાનની રકમમાંથી કયા કયા સ્થળે ફંડનો ઉપયોગ થયો છે તેની તપાસ કરતા કચ્છ જિલ્લાના ભુજમાં 6 મસ્જિદો બનાવી હોવાનું જણાયુ હતું.

સલાઉદ્દીનનો સાગરીત હુસેન મનસુરી આ મામલામાં જાણકારી ધરાવતો હોવાની શંકા રાખીને હુસેન મનસુરીને સાથે રાખી પોલીસની એક ટીમે ભુજમાં બનાવાયેલી 6 મસ્જિદોમાં તપાસ કરીને આ મસ્જીદો સાથે સંકળાયેલા મુઝીબ અલીમહંમદ મેમણ (રહે, મેમણ કોલોની, સુરલ બીટ તા.ભુજ) તથા ઉમર ઉર્ફે મુસ્તાક રહેમતુલ્લા મેમણ (રહે, ભીડનાકા બહાર, સીતારા ચોક, ભુજ) અને મહંમદ મુસ્તાક બચુભાઇ શેખ (રહે, ભીડનાકા બહાર, સીતારા ચોક,ભુજ)વાળાને પુછપરછ માટે વડોદરા લઇ ગઇ હતી.

વડોદરા પોલીસે ત્રણેય શખ્સોની પુછપરછ કરી તેમના નિવેદન લીધા હતા. કઇ મસ્જિદ તૈયાર કરવામાં સલાઉદ્દીન તરફથી કેટલી રકમ મોકલાઇ હતી અને તેઓ કઇ રીતે સંપર્કમાં હતા તે સહિતના મુદ્દા પર તપાસ કરાઇ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...