તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓન લાઈન રજિસ્ટ્રેશનમાં હેરાન:રસી લેનારા લોગ ઈન થતા જ લોગ આઉટ કરી દેવાયા

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં 18થી 44 વર્ષના યુવાનો ઓન લાઈન રજિસ્ટ્રેશનમાં હેરાન
  • સમય પણ જિ.પં.ની એપ.ને બદલે ટ્વિટરથી બતાવાય

કચ્છમાં 18થી 44 વર્ષની ઉંમરની વ્યક્તિઓને કોરોના સામે રક્ષણ આપતી રસી માટે પણ હેરાન પરેશાન થવું પડે છે, જેમાં સોમવારે સાંજે ઓન લાઈન રજિસ્ટ્રેશન માટે લોગ ઈન થાય ત્યાં લોગ આઉટ બતાવી દેવાતા હતાં.

કચ્છ જિલ્લામાં 20 કેન્દ્રો ઉપર 200-200 લેખે કુલ 4000 યુવકોને રસી અપાય છે. પરંતુ, એ માટે ઓન લાઈન રજિસ્ટ્રેશનની અટપટી વિધિમાંથી પસાર થવું પડે છે.

કચ્છ જિલ્લામાં બધા શિક્ષિત નથી અને બધા ઓન લાઈન રજિસ્ટ્રેશનનું જ્ઞાન પણ ધરાવતા નથી. જે શિક્ષિત લોકો ઓન લાઈન રજિસ્ટ્રેશન કરાવવા મથે છે એમને રસી લેવા માટે એકથી બે કલાકની લાંબી મુસાફરી કરવી પડે એવા કેન્દ્ર નસીબ થાય છે. જોકે, સોમવારે તો એ પણ નસીબ નહોતા થયા. કેમ કે, વ્યક્તિ રજિસ્ટ્રેશન માટે લોગ ઈન જ થવા દેવામાં નહોતા આવ્યા. અધુરામાં પૂરૂં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા રજિસ્ટ્રેશનનો સમય માત્ર ટ્વીટર મારફતે જ જણાવે છે. જે ક્યારે જણાવશે એ નક્કી નથી હોતું અને બધા એટલા નવરા નથી હોતા કે ટ્વીટર ઉપર ટાંપીને બેઠા હોય.

હકીકતમાં લાખોના ખર્ચે બનેલી પણ બંધ હાલતમાં પડેલી જિલ્લા પંચાયતની એપ્લિકેશન ફરીથી ચાલુ કરવી જોઈએ અને એ મારફતે તમામ બાબતોથી વાકેફ કરવાની સુવિધા રાખવી જોઈએ. પરંતુ, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માને ટ્વીટર ઉપર જ લાઈક અને ફોલોવર્સ મેળવવામાં રસ હોય એમ જિલ્લા પંચાયતની એપ્લિકેશનમાં રસ જ નથી દાખવતા, જેથી કચ્છના યુવાનો સાથે રમત રમાતી હોય એવું જણાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...