કામગીરી બંધ:સતત ત્રીજા દિવસે કચ્છમાં વેકસીનેશન કામગીરી શૂન્ય

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેર રજા , રવિવારના દિવસે હવે કામગીરી બંધ રહેશે

કોરોના મહામારીમાં લોકોને સમજાવવા સાથે દર્દીની સારવાર અને હાલમાં વેકસીનેશન કામગીરીમાં આરોગ્ય કર્મચારીઓ છેલ્લા દોઢ વર્ષથી પરોવાયેલા છે.કોઈ પણ જાતની રજા ભોગવ્યા વગર કચ્છમાં આરોગ્ય કર્મચારીઓ લોકોના આરોગ્ય માટે સતત મહેનત કરી રહ્યા છે. જેથી તાજેતરમાં આરોગ્ય કર્મચારી સંઘ દ્વારા હાલમાં કોવિડ વાયરસ નબળો પડ્યો હોઇ તેમજ વેકસીનેશનની પણ સારી કામગીરી થઈ હોવાથી જાહેર રજા અને રવિવારના દિવસે ફરજ ન બજાવવા નિર્ણય લેવાયો હતો.જેની અમલવારી શરૂ થઈ ગઈ હોય તેમ કચ્છમાં સતત ત્રીજા દિવસે રસીકરણ કામગીરી બંધ રહી હતી.

શુક્રવારે દશેરા નિમિતે જ્યારે શનિવાર અને રવિવારે પણ આરોગ્ય કર્મચારીઓ રજામાં હોવાથી જિલ્લામાં વેકસીનેશન થઈ શક્યું નથી.અલબત્ત જિલ્લામાં પૂરતા ડોઝ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે જેથી આજે લોકોને રસી મળી શકશે.નોંધનીય છે કે,બુધવારે મમતા દિવસના આમ પણ કોરોના વેકસીનેશન બંધ હોય છે અને હવે રવિવારે રજાના દિવસે પણ રસીકરણ બંધ રહેવાનું હોવાથી લોકોને સપ્તાહમાં માત્ર 5 દિવસ જ રસીના ડોઝ મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...