તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કચ્છમાં રસીકરણ જોરમાં, વિવાદો પણ વેગમાં, માંડવી તાલુકામાં ફરજિયાત કોવિશીલ્ડનો ડોઝ લેવા દબાણ

ભુજ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • આંગણવાડી કાર્યકરોને કહેવાયું... કાં રસી લ્યો અથવા રાજીનામું આપો
 • ઈન્ચાર્જ સી.ડી.પી.ઓ.એ સસ્પેન્ડ કરવાની ધાકધમકી આપ્યાની ઓડિયો ક્લિપ વાયરલ

જિલ્લા પંચાયતની સંકલિત બાળ વિકાસ યોજના કચેરીની 2100 ઉપરાંત અાંગણવાડીઅો કાર્યરત છે. જેમના સ્ટાફને ફરજિયાત કોરોના સામે રક્ષણ અાપતી કોવિશીલ્ડ રસી અાપવા દબાણ કરવામાં અાવે છે. જેની શુક્રવારે અોડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં માંડવી તાલુકાના ઈનચાર્જ સી.ડી.પી.અો.અે સુપરવાઈઝર અને અાંગણવાડી વર્કર્સને કહેતા સંભળાય છે કે, બેમાંથી અેક કરો, કાં રસી લ્યો, કાં રાજીનામું અાપો.’

કચ્છમાં હેલ્થકેર વર્કર્સ બાદ ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના સામે રક્ષણ અાપતી કોવિશીલ્ડના ડોઝ અાપવાનું શરૂ થયું છે. પરંતુ, મોળો પ્રતિસાદ મળ્યો છે, જેથી લક્ષ્યાંક પાર પાડવા જિલ્લા પંચાયતની વિવિધ શાખાના અધિકારીઅો તાબા હેઠળના કર્મચારીઅોને રસી લેવા દબાણ કરી રહ્યા છે. જે અાક્ષેપોને સમર્થન અાપતી અોડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. અોડિયો ક્લિપમાં માંડવી તાલુકાના ઈનચાર્જ સી.ડી.પી.અો. હંસાબેન પટેલ બોલતા સંભળાય છે કે, નાના અાસંબિયામાં કોણ રસી નથી લીધી અને કોણે નથી લીધી અેની જાણ કરો.

કારણ શું છે. સગર્ભાયાત્રીઅો હોય અે પણ મને નામ લખીને મોકલાવે. કોઈને અાડઅસર અાવતી હોય તો અે પણ મને લખીને મોકલાવે. બાકી જેટલી વર્કર્સ છે અને હેલ્પર છે અે બધાઅે રસી લીધેલી હોવી જોઈઅે. કાં રસી લ્યો, નહીંતર રાજીનામું અાપો. બેમાંથી અેક તો મને જોઈશે અને જોઈશે જ. ફરજિયાત બધાઅે લેવાની છે. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ જોડે વીડિયો કોન્ફરન્સમાં ડી.ડી.અો. બહુ જ ખિજાણા છે કે વર્કર્સ કેમ રસી ન લે.

અેટલે તાત્કાલિક મને રસી લીધાની જાણ કરે. અાસંબિયામાં 20નો સ્ટાફ છે તો માત્ર 17 વ્યક્તિઅે જ રસી કેમ લીધી છે. મને 100 ટકા રસીકરણ જોઈઅે. નહીંતર સુપરવાઈઝર ઉપર પણ ખતરો છે. અબડાસાના સુપરવાઈઝરને સસ્પેન્ડ કરી જ નાખ્યા છે. જો કાલે 90 ટકા કાર્યવાહી નહીં થાય તો અેકોઅેકને સસ્પેન્ડ કરવામાં અાવશે.

એ બહેન વધારે પડતું બોલી ગયા, DDO
સમગ્ર ઘટના અંગે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, પહેલી વાત તો અે કે, વેક્સિન લેવી ફરજિયાત નથી. દબાણ કરવામાં અાવતું નથી. અે બહેન વધારે પડતું બોલી ગયા છે. રાજીનામું લેવાની કોઈ જોગવાઈ નથી. અત્યારે અાંગણવાડીમાં વેક્સિન લેવાની કાર્યવાહી ચાલી રહી છે, જેમાંથી કેટલાય લીધી અને કેટલાય નથી લીધી. અેનો માત્ર રિપોર્ટ માંગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો