તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીને લઇને જાન્યુઆરીમાં કચ્છમાં પ્રથમ ફેઇઝમાં રસી આપવાની કામગીરી શરૂ થવાની છે, જેમાં ચૂંટણી બૂથની જેમ જિલ્લામાં શાળા, દવાખાના, સંસ્થાઓમાં રસી કેન્દ્રો ખોલવામાં આવશે. કોરોના મહામારીની પકડ જિલ્લાના મુખ્ય ત્રણ શહેરો જેવા કે, ભુજ,અંજાર અને ગાંધીધામમાં વધુ મજબૂત બનતી જાય છે. ખાસ કરીને જિલ્લા મથક ભુજ અને તાલુકામાં સંક્રમણ વધતું જાય છે ત્યારે વકરતા જતા કોવિડ-19ના થોકથામ માટે કચ્છમાં જાન્યુઆરીથી રસીકરણ કરવામાં આવશે, જેને લઇને જિલ્લા આરોગ્ય વિભાગે કમર કસી છે અને સરવેનો ધમધમાટ ચાલી રહ્યો છે.
જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે, રસીકરણની કામગીરી સુવ્યવસ્થિત કરવા માટે ચૂંટણી પધ્ધતિ અપનાવવામાં આવશે. એટલે કે, ચૂંટણીની જેમ બૂથ લેવલે કામગીરી કરવા માટે ત્રણ રૂમની સુવિધા હોય તેવી જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક શાળાઓ, દવાખાના, સંસ્થાઓમાં રસી કેન્દ્રો ખોલવામાં આવશે. દરેક બૂથ ઉપર એક દિવસમાં 100 વ્યક્તિને જ રસી આપવામાં આવશે.
રસી માટે 70 હજાર સિરીજ ભુજ આવી પહોંચી
કોરોના મહામારીને અનુલક્ષીને વેક્સિન માટે 70 હજાર 0.55 સી.સી. સિરીજ મંગળવારે રાજકોટથી ભુજ આવી પહોંચી હતી. આ અંગે વિગતો આપતા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે, રાજકોટથી આવેલી સિરીજ ભુજમાં જિલ્લા કક્ષાના સ્ટોર રૂમમાં મૂકવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.