તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં આવેલા લાયસન્સના ટેસ્ટ ટ્રેકની ચોફેર લાગેલી લોખંડની ગ્રીલનો સદુપયોગ કરાયો હતો અને અરજદારોને ટેસ્ટ કેવી રીતે આપવી તે માટેનું માર્ગદર્શન પુરૂં પાડતા હોર્ડિંગ લગાવી દેવાયા છે, જેનાથી અરજદારોને પુરતુ માર્ગદર્શન મળી રહેશે.કોરોનાની મહામારીએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું શીખવી દીધું છે ત્યારે ભુજની આરટીઓમાં આવેલા ટેસ્ટ ટ્રેક પર દરરોજ દોઢસોથી અઢીસો જેટલા અરજદારો લાયસન્સની ટેસ્ટ આપવા માટે આવે છે. કોરોના ફેલાતું અટકે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે દોરડા મૂકી દેવાયા છે, તો બીજી તરફ ટેસ્ટ ટ્રેકની ફરતે લાગેલી લોખંડની ગ્રીલનો સદુપયોગ કરીને હોર્ડિંગ લગાવી દેવાયા છે. આ હોર્ડિંગ્સ માં ટુ-વ્હીલર કે ફોર વ્હીલરની ટેસ્ટ કેવી રીતે આપવાની હોય અને કઈ પ્રોસેસમાં કેટલો સમય સિસ્ટમ તરફથી આપવામાં આવે છે તેની માહિતી મોટા મોટા અક્ષરે લખી દેવાઇ છે, જેનાથી પ્રથમ વખત ટેસ્ટ ટ્રેક પર પરીક્ષા આપવા હતા
અરજદારો મૂંઝવણમાં ના મુકાય. આ અંગે આસિ. ઇન્સ્પેકટર જી. વી. પરમાર અને વી.સી. દેસાઇએ જણાવ્યું હતું કે, ટેસ્ટ ટ્રેક પર આવી માહિતી પૂરી પાડવામાં આવતી ન હતી અને શિક્ષિત લોકો ઓનલાઈન વિડીયો જોઈને પરીક્ષા આપી દેતા હતા પણ જેમને સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં આવડતું નથી તેવા અરજદારોને કોઈ માર્ગદર્શન મળતું ન હોવાથી તેઓ ટ્રેક પર ફેઇલ થતા હતા, જોકે સોશિયલ ડિસ્ટ્ન્સ જળવાઈ રહે તે માટે દોરડા લગાવી દઈને મોટા મોટા હોર્ડિંગ પર લખેલી માહિતી આરામથી વાંચી-સમજીને લાયસન્સ માટે આવેલો અરજદાર ટેસ્ટ ટ્રેક પર પરીક્ષા આપી શકશે અને મૂંઝવણમાં પણ નહીં અનુભવે.
અરજદારો હેરાન ન થાય તે માટે લેવાયું આ મહત્ત્વનું પગલું : આરટીઓ
લાઇસન્સના ટેસ્ટ ટ્રેક પર આવતા અનેક અરજદારો માર્ગદર્શનના અભાવે ફેઇલ થતા હોય છે, જેમને સાત દીવસ બાદ ૩૦૦ રુપીયા ભરી ફરી આરટીઓમાં ટેસ્ટ આપવા આવવાની ફરજ પડતી હોય છે, ત્યારે અરજદારોને પુરતુ માર્ગદર્શન મળી રહે તે માટે આ બોર્ડ લગાવી દેવાયા છે જેના લીધે લોકોના પૈસા અને સમયની બચત થઇ શકે એવું આરટીઓ સી. ડી. પટેલે તણાવ્યું હતું.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.