ફરિયાદ:ઠેકેદારની નબળાઈ છુપાવવા પાલિકાના કર્મીઓનો ઉપયોગ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રેનેજ બ્રાન્ચના સફાઈ કામદારોએ કલેકટરને કરી ફરિયાદ

ભુજ નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચના સફાઈ કામદારોએ બુધવારે કલેકટરને આવેદનપત્ર પત્ર આપી ફરિયાદ કરી હતી, જેમાં ગટરની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ ગયેલા ટેકેદારની નબળાઈ છુપાવવા નગરપાલિકાના કર્મચારીઓનો ઉપયોગ કરાય છે અને એ ગેરરીતિમાં સહભાગી ન બને તો નોકરીમાંથી પાણીચું અપાય છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે.પત્રમાં આક્ષેપ સાથે જણાવાયું છે કે, મુંબઈની પાર્ટીને ઠેકો અપાયો છે. પરંતુ, એના દ્વારા કોઈ કામગીરી સફળતાપૂર્વક થતી નથી. રોજબરોજની ફરિયાદોનો નિકાલ ઠેકેદાર દ્વારા લાવવામાં આવતો નથી, જેથી ભુજ નગરપાલિકાએ રાખેલા મજુરો દ્વારા નિકાલ લાવવામાં આવે છે અને કામગીરી ઠેકેદાર દ્વારા થયેલી બતાવાય છે.

માધાપર નજીક ભુજ શહેરની હદમાં ગટરની સમસ્યા ઉકેલવા ઠેકેદાર 45 દિવસ મથ્યો. ઉકેલ ન આવતા પ્રેસરથી લાઈન તૂટી ગયાનું જણાવી હાથ અધ્ધર કરી દીધા. પરંતુ, એજ કામ નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચના મુખ્ય લાઈન મેન પરેશ ઠક્કરે 3 કલાકમાં ફોલ્ટ શોધી ઉકેલી લીધી. પગાર પણ પૂરતું ચૂકવાતુ નથી અને બીજી બાજુ નિવૃત્તોને ઊંચા પગારે રખાય છે. એજ કારણસર તાજેતરમાં એક સફાઈ કામદારે આત્મહત્યા કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...