તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:એક્સટર્નલ કોર્સ બંધ કરવાના વિરોધમાં કોંગ્રેસી સામે બળ પ્રયોગ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક્સટર્નલ કોર્સ અચાનક બંધ કરાતા કોંગ્રેસી આગેવાનો વિરોધ નોંધાવવા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પાસે ગુલાબ લઈને પહોંચ્યા હતા. પરંતુ, પોલીસ બળ પ્રયોગ કરી અટકાવ્યા હતા. એવો આક્ષેપ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કર્યો છે.

પ્રવકતા દીપક ડાંગરે યાદીમાં વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર પાસે શૈક્ષણિક સ્તર સુધારવા કોઈ નક્કર શિક્ષણનીતિ નથી. અધૂરામાં પૂરું એક્સટર્નલ અભ્યાસ ક્રમો પણ બંધ કરી અન્યાય કર્યો છે, જેથી કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખે લાંબી લડત ચલાવવા રણનીતિ ઘડી કાઢી છે. જેના ભાગ રૂપે શિક્ષણમંત્રી ચુડાસમાને ગુલાબ આપી વિરોધ નોંધાવવા કાર્યક્રમ રાખ્યો હતો. ધનજી મેરીયા, નિલય ગોસ્વામી, ધીરજ રૂપાણી, અંજલિ ગોર વિગેરે સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. પરંતુ, પોલીસે બળ પ્રયોગ કરી અટકાવ્યા હતા. જોકે, સરકાર ફેરવિચારણા નહીં કરે તો સાંસદ, ધારાસભ્યોના નિવાસ સ્થાન અને કાર્યાલય સ્થળે ગાંધીગીરીના પ્રતીક રૂપે ગુલાબનું ફૂલ અર્પણ કરી ઢંઢોળવા પ્રયાસ કરશું.

અન્ય સમાચારો પણ છે...