ક્રાઇમ:બે સગીરાઓનું અપહરણ કરનાર યુવકને તાકીદે પકડો

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાંદ્રોડાના બનાવમાં 48 કલાકની મહેતલ અપાઇ
  • AIMIM દ્વારા એસપી​​​​​​​ કચેરીને ઘેરાવ કરવાની ચિમકી

ભુજ તાલુકાના ચાંદ્રોડા ગામેથી સગીર વયની બે દિકરીઓનું વિધર્મી યુવક દ્વારા અપહરણ કરી જવાયુ હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે જે બનાવમાં ૪૮ કલાકમાં યુવકોની ધરપકડ કરવાનું અલ્ટિમેટમ એ આઇ એમ આઈ એમ પાર્ટી દ્વારા આપવામાં આવ્યું છે, બાદમા ન્યાય માટે એસપી કચેરીઓ ઘેરાવ કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારાઇ છે.

ભુજ તાલુકાના થરાવડા ગામની બે કન્યાઓનું ચાંદ્રોડા ગામથી અપહરણ કરી જવાયું છે. સગીર વયની છોકરીઓ હોવાં છતાં પોલીસ તંત્ર આ ઘટનાને હળવાશથી લઈ રહ્યું છે, જેના કારણે અપહરણકારોને દૂર નાસી જવાનો મોકો મળી ગયેલ છે.

આ અંગે ઓલ ઈન્ડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીન-કચ્છના પ્રમુખ સકિલ સમાએ પધ્ધર પોલીસ સ્ટેશને રૂબરૂ રજૂઆત કરી અપહરણકારોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગણી કરેલ છે અને પોલીસ તંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ પણ આપ્યું છે, જો અપહરણના કરનારા તત્વોની ધરપકડ કરી સગીર છોકરીઓને મૂકત કરવામાં નહીં આવે તો કચ્છના મજલિસના હોદેદારો અને કાર્યકરોને સાથે રાખીને પશ્ચિમ કચ્છ એસપી કચેરીનો ઘેરાવ કરવાની ચિમકી પણ ઉચ્ચારાઇ છે. કચ્છમાં અવારનવાર અપહરણના બનાવો બનતા રહે છે, ત્યારે ફરી વધુ એક બનાવ તાલુકાના ચાંદ્રોડા ખાતે બનતાં રોષ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...