નોટિસ:નેરમાં હુમલા મુદ્દે એકશન ટેકન રીપોર્ટ રજુ કરવા તાકીદ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભચાઉ તાલુકાના નેરમાં દલિતો પર થયેલા જીવલેણ હુમલા મુદ્દે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે કચ્છ કલેક્ટર અને પૂર્વ કચ્છ પોલીસવડાને નોટિસ પાઠવી 30 દિવસમાં બનાવનો વિસ્તૃત અહેવાલ અને અેક્શન ટેકન રીપોર્ટ અાપવા તાકીદ કરી છે.

તાજેતરમાં જ ભચાઉ તાલુકાના નેર ગામમાં અનુસૂચિત જાતિના મહિલા સહિતના પાંચ લોકોએ મંદિર પ્રવેશ કરતાં તેમના પર જીવલેણ હુમલો કરવામાં અાવ્યો હતો, જે ઘટનાના ન માત્ર ગુજરાત પરંતુ છેક દિલ્હી સુધી પડઘા પડ્યા છે. અા બનાવ મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના પૂર્વ સભ્ય રાજુભાઇ પરમારે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ ભારત સરકારની અમદાવાદ સ્થિત પ્રાદેશિક કચેરીને વિસ્તૃત ફરિયાદ કરતા આયોગે બનાવ અને ફરિયાદની ગંભીરતા સમજી કચ્છના કલેકટર અને પૂર્વ કચ્છ પોલીસવડાને નોટિસ પાઠવી છે. વધુમાં 30 દિવસમાં સમગ્ર બનાવનો વિસ્તૃત અહેવાલ અને એકશન ટેકન રીપોર્ટ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની અમદાવાદ સ્થિત પ્રાદેશિક કચેરીમાં રજૂ કરવા તાકીદ કરી છે.

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે અા બનાવને ગંભીરતા લેતાં, આયોગના અા નિર્ણયને સામાજિક અગ્રણીઓ ડો.રમેશ ગરવા, લખન ધુઆ સહિતનાઅોએ આવકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...