તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તાકીદ:તહેવારોમાં કોરોના ગાઇડલાઇનની કડક અમલવારી કરવા તાકીદ

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં પ્રાંત અધિકારીની બેઠકમાં મનોમંથન કરાયું

ભુજ મામલતદાર કચેરીના કોન્ફરન્સ હોલમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં અાગામી તહેવારોના પગલે કોરોના ગાઇડલાઇનની ચુસ્ત અમલવારી માટે તાકીદ કરાઇ હતી.પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટર મનીષ ગુરવાનીઅે કન્ટેઇનમેન્ટ ઝોનમાં હેલ્થ સર્વેલન્સ/ચકાસણી , બેરીકેટીંગ તથા પોલીસ બંદોબસ્ત અને સેનિટાઇઝેશન, કન્ટેઇનમેન્ટ ઝોનનું ચેકિંગ, શહેરમાં રખડતા ઢોરને પકડી, સંબંધિત ઢોર માલિકને દંડ કરવાની સાથે પોલીસ ફરિયાદ, જાહેર જગ્યાએ ઘાસચારો વેચતા ઇસમોની વિગતો પુરી પાડી, તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ કરવા, સિનેમા, એન્ટરટેઈમેન્ટ પાર્ક, સ્વિમિંગ પુલ તેમજ નવરાત્રિ સહિતના તહેવારોમાં ગાઇડલાઇનના ચુસ્ત પાલન માટે સંબંધિત અધિકારીઅોને તાકીદ કરી હતી. વધુમાં કાયમી ફટાકડા લાઇસન્સ રિન્યૂ કરવા અને હંગામી ફટાકડા લાઇસન્સ આપવા સહિતના મુદ્દે ચર્ચા કરાઇ હતી. મામલતદાર સુમરા, ડી.વાય.એસ.પી. પંચાલ, ચીફ ઓફીસર બોડાત, ટી.એચ.ઓ. પરમાર, નાયબ મામલતદારો, ભુજ શહેરના થાણાના પોલીસ ઇન્સ્પેક્ટર/સબ ઇન્સ્પેક્ટર વગેરે હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો