તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:ધુળેટી પર્વમાં નિયમ પાલન માટે કચ્છના અધિકારીઓને તાકીદ; જાહેર ઉજવણી, સામૂહિક કાર્યક્રમ પર તંત્રની રોક

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના વકરતા ગાઇડ લાઇન બહાર પડાઇ
 • હોળીની પ્રદક્ષિણા સાથે ધાર્મિક વિધિ થઇ શકશે

હોળી, ધુળેટીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તો બીજી તરફ કચ્છમાં કોરોનાના કેસ પણ વધી રહ્યા છે ત્યારે આ તહેવાર દરમ્યાન ભીડ એકત્ર ન થાય અને કોરોના ગાઇડલાઇનનું પાલન થાય તે માટે કલેક્ટરે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી છે.

હોળી-ધુળેટીના તહેવાર પ્રસંગે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો અને રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. હાલે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આ તહેવાર દરમ્યાન સંક્રમણ વધવાની શક્યતા છે. પ્રવર્તમાન સંજોગોને લઇને મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે. હોળીની પ્રદક્ષિણા સાથે ધાર્મિક વિધિ કરી શકાશે પરંતુ ભીડ એકત્ર ન થાય તેની તકેદારી આયોજકોએ રાખવાની રહેશે. વધુમાં ધુળેટીના દિવસે જાહેરમાં ઉજવણી, સામૂહિક કાર્યક્રમની મંજૂરી નહીં અપાય.

તા.24-3ના રાજ્યના ગૃહ વિભાગના અધિક સચિવ (કા.વ્ય-1) કે.કે. નિરાલાના પત્રના અનુસંધાને હોળી, ધુળેટીના તહેવારોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન થાય તે માટે કચ્છ કલેક્ટર પ્રવીણા ડી.કે.એ પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ પોલીસવડા, તમામ મદદનીશ કલેક્ટર, તમામ મામલતદાર અને ઇન્સીડન્ટ કમાન્ડરને તકેદારી રાખવા અને નિયત નિયમોનો ભંગ કરનારા સામે કાયદેસર પગલા ભરવા તાકીદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો