તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યાવરણ દિનની ઉજવણી અહીં બારે માસ:વિરાણિયામાં આકાર લેતું શહેરી વન : 18 હજાર વૃક્ષો વવાયા

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહામારીમાં લોકોને અોક્સિજનની કિંમત સમજાઇ ખરી
  • બાંકડા, રમત-ગમત સાધનો સહિતની સુવિધા ઉભી કરાશે

મુન્દ્રા તાલુકાના વિરાણિયામાં ગ્રામપંચાયત અને વન વિભાગના ઉપક્રમે શહેરી વન વિકસી રહ્યું છે, જેના ભાગરૂપે િબન ઉપજાઉ જમીનમાં 18 હજાર વૃક્ષો વાવવામાં અાવ્યા છે. વિરાણિયા ગ્રામપંચાયતની માલિકીની જગ્યા પર શહેરી વન અાકાર લઇ રહ્યું છે. નંદનવન નદીના પટની બિન ઉપજાઉ જગ્યા પર ગામના ડ્રેનેજના પાણીનો ઉપયોગ કરીને 75 એકર જગ્યામાં ગ્રામપંચાયત અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે 18 હજારથી વધુ વૃક્ષો વવાયા છે.

જેમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલા વૃક્ષો જેમ કે લીમડો, પીપળો, આમલી અને વડ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે, ગામની નજીકમાં એક ઉપવન બનાવવું જયાં ગ્રામજનો પ્રકૃતિની ગોદમાં સારો સમય પસાર કરી શકે. આ જગ્યા પર આવનારા સમયમાં માટે બાળકો માટે મેદાન સાથે રમત ગમતના સાધનો અને વડીલોને બેસવા માટે બાંકડા લગાવવામાં આવશે. હાલની કોરોના મહામારીના સમયમાં માણસોને ઓકિસજનની કિંમત સમજાઇ છે અને પર્યાવરણને પણ ખુબ મોટો ફાયદો થશે તથા ગામની બાજુમાં આવેલા ઉદ્યોગોમાંથી ઉડતી કોલસાની રજ સામે આવા વન, રક્ષક તરીકેનું કામ કરશે. આ વનમાં હાલ ગામના ડ્રેનેજના વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે જે વૃક્ષોને વધુ અનુકૂળ આવે છે. આવી રીતે એક શ્રેષ્ઠ ઉપાય કરી ટકાઉ વિકાસ પરિકલ્પના પણ સાર્થક કરવામાં આવી છે.

અા સ્થળ લોકો માટે પર્યટન સ્થળ બની રહેશે : સરપંચ
ગ્રામપંચાયતની ટીમ અને વન વિભાગના સંયુક્ત પ્રયાસથી ગ્રામજનોને પણ રોજગારીની તકો ઉભી થઈ છે. આવનારા સમયમાં આ જગ્યા એક સારૂ પર્યટન સ્થળ બની રહેશે, જે આજુબાજુના લોકો પ્રકૃતિના ખોળે સૌંદર્ય માણવા આવી શકશે એમ ગામના સરપંચ શક્તિસિંહ જાડેજાઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...