પાકિસ્તાની માછીમારો BSFને જોઈ ભાગ્યા:સરક્રીક પાસે ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ. એક પાકિસ્તાની માછીમાર અને ત્રણ બોટ ઝડપાઈ

ભુજ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
BSFએ ઝડપી પાડેલી પાકિસ્તાની બોટ - Divya Bhaskar
BSFએ ઝડપી પાડેલી પાકિસ્તાની બોટ
  • BSF જવાનોના ચુસ્ત પેટ્રોલીંગના કારણે ઘુસણખોરી નિષ્ફળ બની
  • પાકિસ્તાની માછીમારી બોટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી

કચ્છના સરક્રીક પાસેથી આજે BSF એટલે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા પાકિસ્તાની માછીમારોની ઘુસણખોરીને નિષ્ફળ બનાવી હતી. મોસમનો ફાયદો ઉઠાવી ચારથી પાંચ માછીમાર ભારતીય જળસીમામાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. BSF દ્વારા તેને રોકવાનો પ્રયાસ કરતા જ પાકિસ્તાની માછીમારો પાકિસ્તાનની સરહદમાં ભાગી છૂટ્યા હતા. જો કે, BSF દ્વારા એક પાકિસ્તાની માછીમાર અને ત્રણ બોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

BSFએ ઝડપી પાડેલી પાકિસ્તાની બોટ
BSFએ ઝડપી પાડેલી પાકિસ્તાની બોટ

સરક્રીક વિસ્તારમાં લખપતવાળી ક્રીક પાસે ચારથી પાંચ પાકિસ્તાની માછીમારો ભારતીય સરહદમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ સમયે જ પેટ્રોલીંગ કરી રહેલા BSFના જવાનો ત્યાં પહોંચી જતાં તેઓને જોઈ પાકિસ્તાની માછીમારો ભાગ્યા હતા. જવાનો દ્વારા એક પાકિસ્તાની માછીમાર અને ત્રણ બોટ ઝડપી પાડી હતી.

ઝડપાયેલી બોટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી
BSF દ્વારા ત્રણ પાકિસ્તાની માછીમાર બોટ ઝડપ્યા બાદ તેની સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે તેમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે માછીમારની પૂછપરછ કરવામાં આવી રહી છે.

હરામીનાળુ સીલ, હવે સિરક્રીકમાં ઘુસણખોરી
12 માસ અગાઉ હરામીનાળામાંથી ઘુસણખોરી કરતી પાકિસ્તાની બોટ પકડાઇ હતી, બાદમાં હરામીનાળુ સીલ કરી દેવામાં અાવ્યું છે. ત્યારે હવે પ્રથમ વખત અેક સાથે ત્રણ બોટ બી.અેસ.અેફ.ની ટુકડીને સિરક્રીકના મુખમાંથી પેટ્રોલિંગ દરમિયાન મળી અાવી છે. શંકાસ્પદ હિલચાલ જણાતા પેટ્રોલિંગ પાર્ટી ત્યાં ધસી ગઇ હતી અને અેક પાકિસ્તાની ઘુસખણખોરને પણ દબોચી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...