તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મનો પ્રયાસ:કચ્છના માધાપરમાં ઘરમાં ઘૂસી છરીની અણીએ વૃદ્ધા પર દુષ્કર્મનો નિષ્ફળ પ્રયાસ, અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિન્દીભાષી શખ્સ મોબાઈલની લૂંટ ચલાવી ભાગી છૂટ્યો

ભુજ તાલુકાના માધાપર ગામે અજાણ્યા શખ્સે 63 વર્ષીય વૃધ્ધાના ઘરમાં ઘૂસીને છરીની અણીએ દુષ્કર્મ આચવાનો પ્રયાસ કર્યો હતો , મનસૂબો પાર ના પડતા વૃદ્ધાનો મોબાઈલ લઈને આરોપી નાસી ગયો હોવાની ફરિયાદ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ માધાપરના નરનારાયણનગરમાં રહેતા 63 વર્ષીય મહિલા સાથે ગત રાત્રે 9 થી 10 વાગ્યા દરમિયાન બનાવ બન્યો હતો. ભોગગ્રસ્ત મહિલાના પતિ નાઈટ ડયુટી પર ગયા હતા, ત્યારે મહિલા પોતાના ઘરમાં એકલા હતા. તે દરમ્યાન અંદાજિત 25 વર્ષનો અજાણ્યો યુવક રસોડાના દરવાજાની બહારના ભાગેથી સ્ટોપર ખોલીને અંદર ઘૂસ્યો હતો. અને મહિલાના બેડરૂમમાં પ્રવેશ કરીને તેમનું મોઢું હાથથી દબાવી દીધું હતું. બાદમાં મોઢાના ભાગે કોઈ લાલ કલર જેવું પ્રવાહી લગાવ્યું હતું. અને પોતાની પાસે રહેલી છરી કાઢીને મહિલાના ગળા પર મુકી, હિન્દી ભાષામાં ‘મેં તુમે માર દુંગા’ તેવું જણાવીને મહિલા સાથે બે થી ત્રણ વખત દુષ્કર્મ કરવાનો નાકામ પ્રયાસ કર્યો હતો.

અજાણ્યા હિન્દી ભાષી શખ્સની કારી ન ફાવતા મહિલાનો મોબાઈલ લઈને નાસી ગયો હતો. બનાવને પગલે મહિલાએ રાડા રાડ કરતા આસપાસના સ્થાનીકો દોડી આવ્યા હતા અને બનાવ અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. ગત રાત્રે બનેલી ઘટનાને પોલીસ કાફલો પહોંચી આવ્યો હતો. . રાત્રી દરમ્યાન પોલીસે મહિલા સાથે થયેલી આપવિતી જાણીને આજે સવારે આ મામલે વિધિવત ગુનો દાખલ કર્યો હતો.આ અંગે ભુજ બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભસિંઘ પણ ઘટના સ્થળે જાતમુલાકાત પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...