તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા વર્ષની ઉજવણી:કચ્છમાં વિવિધ સમાજ-મંડળ દ્વારા અષાઢી બીજ ઉજવાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છી સાહિત્ય મંડળ, કચ્છી સમાજ અને જૈન સમાજ દ્વારા કચ્છી નવા વર્ષની કરાશે ઉજવણી

કચ્છી સાહિત્ય મંડળ દ્વારા કચ્છીભાષાના પ્રસાર-પ્રચાર અને સંવર્ધન હેતુ થતી વિવિધ પ્રવૃતિઓ અંતર્ગત તા.12/7ના 9.30 વાગ્યે મહારાવ વિજયરાજજી પુસ્તકાલય ખાતે કચ્છી નવા વર્ષે ચાર પુસ્તકોનું વિમોચન અને કવિ સંમેલનનું આયોજન કરાયું છે.

જેના અધ્યક્ષ સ્થાને પદ્મશ્રી નારાયણ જોશી ‘કારાયલ’ તથા અતિથિ વિશેષ તરીકે જગદીશભાઈ ભાનુશાલી, દીપકભાઈ માંકડ, જોરાવરસિંહ રાઠોડ, શંકરભાઈ સચદે, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય રહેશે. જેમાં કચ્છી સાહિત્ય મંડળના સ્થાપક પ્રમુખ લાલજી મેવાડા ‘સ્વપ્ન’ લિખિત પિરૂલિ પ્રધાનજી ભાગ-2, અને શબ્દજો સંજીરો ભાગ-1, હરેશ દરજી લિખિત ચાગ (કચ્છી કાવ્ય સંગ્રહ) અને અરૂણાબેન ઠક્કર ‘માધવી’, લિખિત નોં નાટક (કચ્છી નાટક) ચાર પુસ્તકોનું વિમોચન કરાશે. જેનું રસાસ્વાદ કવિ-લેખક રમેશ ભટ્ટ ‘રશ્મિ’ કરાવશે. આ કાર્યક્રમ બાદ કચ્છી કવિ સંમેલનમાં પબુ ગઢવી ‘પુષ્પ’, મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’, ડૉ.કાન્તિ ગોર ‘કારણ’, ડૉ.કાશ્મિરા મહેતા, હરેશ દરજી ‘કસબી’, દીપક શેઠિયા ‘ચિંતન’ વગેરે સ્વરચિત કચ્છી કવિતાઓનું પઠન કરશે. જેનું સંચાલન અને રજૂઆત સાહિત્યકાર જયંન્તિ જોશી ‘શબાબ’ અને વિશ્રામ ગઢવી (લાયજા) કરશે. આ કાર્યક્રમ માત્ર આમંત્રિત મહેમાનો માટે છે.

કચ્છી સમાજ અને કચ્છી જૈન સેવા સમાજના સંયુક્ત ઉપક્રમે અષાઢી બીજ (નવા વર્ષ)ની ઓનલાઇન ઉજવણી કરવામાં આવશે. જેમાં કોરોના સમય દરમિયાન સેવા આપનાર વિવિધ કચ્છી સંસ્થાઓને સન્માન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ તા.11/7ના સાંજે ચાર વાગ્યે યોજાશે. આ કાર્યક્રમ માટે કચ્છી સમાજના પ્રમુખ અશોકભાઈ મહેતા, મંત્રી હિમાંશુભાઈ ઠક્કર તથા કચ્છી જૈન સેવા સમાજના પ્રમુખ પ્રતાપભાઈ દંડ અને મંત્રી પ્રદીપભાઈ મહેતા જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...