તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:માંડવી તા.માં નર્મદા કેનાલના અનિર્ણિત મુદ્દાઓ પૂર્ણ કરવામાં આવે અન્યથા ઉગ્ર લડત

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કપાતમાં જતી જમીનોના ખેડૂતોની માંડવી મામલતદારને લેખિત રજૂઆત

માંડવી તાલુકા નર્મદા કેનાલમાં કપાતમાં જતી જમીનોના ખેડૂતોએ નર્મદા કેનાલ સબબના અનિર્ણિત મુદાઓ પૂરા કરી તાત્કાલિક કામ પૂર્ણ કરવા અંગે માંડવી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના ચાર ગણી રકમના જી.આર. સબબની કાર્યવાહીનું સાચું અર્થઘટન કરી આપવા, કપાતમાં જતી જમીનના ખેડૂતોને મૂળ કિંમત સાથે 30%નો વધારો મળેલ છે જે 100% મેળવો જોઈએ જે વળતર ચૂકવવામાં આવે, નિગમના એવોર્ડ મુજબ પિયત જમીનને કપિત દર્શાવાઈ છે તેમાં સુધારો કરવામાં આવે, જે જમીન કપાત થઈ છે તેને વળતર મળ્યું નથી અને કપાત થતી નથી તે વ્યક્તિને વળતર ચૂકવી દેવાયું છે તેમાં સુધારો કરાય, કપાત જમીનોમાં આવેલા મકાન, કૂવા, બોર, ઝાડો વગેરેના ચુકવણા કરવામાં વિલંબ કરાય છે.

ઝાડોની કિંમત બાબતે પણ યોગ્ય સર્વે કરવામાં આવ્યો નથી તેમજ તેમની કિંમત પણ ઓછી આંકવામાં આવી છે. કેનાલનું કામ સત્વરે થાય તે માટે વાંધા સાથે વળતર સ્વીકારવામાં આવેલ છે તથા કોર્ટમાં ભુજને સંબોધીને સંપાદન કલેકટર સમક્ષ મર્યાદામાં કેસ દાખલ કરાયા છે તે બાબતની કાર્યવાહીનો પ્રત્યુતર અપાતો નથી. નાની રાયણ અને કોડાય વચ્ચે પુલની વ્યવસ્થા કરવી. સંપૂર્ણ જમીન કપાતમાં જતી હોય તેવા ખેડૂતોને હક્ક રાખવા માટે તથા અન્યત્ર જમીન આપવા જોગવાઈ કરવી. આ તમામ મુદ્દાઓ પર તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર લડત ચલાવવામાં આવશે તેમ અરજદારોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...