તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Unique Water Storage Campaign By Patidar Samaj In 300 Acres At A Cost Of Rs. 30 Lakhs In Rampar Area Of Nakhtrana Taluka

જળસંગ્રહ:નખત્રાણા તાલુકાના રામપર વિસ્તારમાં રૂ.30 લાખના ખર્ચે 300 એકરમાં પાટીદાર સમાજ દ્વારા અનોખુ જળ સંચય અભિયાન

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તળાવ અને ચેકડેમને રિચાર્જ કરી વરસાદી પાણીના સંગ્રહ દ્વારા ખેડૂતો પાણી માટે આત્મનિર્ભર બન્યા

કચ્છમાં ખેતી કાર્ય જિલ્લાનું અભિન્ન અંગ છે. પૂર્વ કચ્છમાં નર્મદા નીર આવ્યા બાદ ખેતી વધુ વેગવાન બની છે. જ્યારે પશ્ચિમ કચ્છમાં નર્મદા નીર પૂર્ણરૂપે મળવા હજુ બાકી છે. ત્યારે ખેતી આધારિત આ પંથકના ખેડતો પાણીનું મહત્વ જાણે છે. અને તેથીજ વરસાદના પાણીની બુંદ બુંદ સચવાય તે માટે જળ સંચયનું કાર્ય કરતા રહે છે. આવુજ જળ સંગ્રહનું કાર્ય વરસાદ આધારિત ખેતી કરતા નખત્રાણા તાલુકાના રામપર ( સરવા) ગામના પાટીદાર સમાજના ખેડૂતો દ્વારા સ્વખર્ચે કરવામાં આવ્યું છે. જેમાં નખત્રાણા તાલુકાના રામપર વિસ્તારમાં રૂ.30 લાખના ખર્ચે 300 એકરમાં પાટીદાર સમાજ દ્વારા અનોખુ જળ સંચય અભિયાન શરૂ કર્યું છે.

ગ્રામજનો દ્વારા સ્વખર્ચે ગામમાં ચેકડેમ બાંધવામાં આવ્યા

ગત વર્ષોમાં વરસાદ અનિયમિત હોવાને કારણે પાણીની સમસ્યા વિકટ બની હતી. પાણીની મુશ્કેલી વચ્ચે નખત્રાણા તાલુકાના રામપર (સરવા ) ગામના લોકોએ જળસંચયનું અભિયાન ચાર વર્ષથી શરુ કર્યું છે. સરકારની કોઇપણ જાતની મદદ વગર ગ્રામજનો દ્વારા સ્વખર્ચે ગામમાં ચેકડેમ બાંધવામાં આવ્યા છે. ગત વર્ષે વરસાદી પાણીને જુના કુવા અને બોરમાં ઉતારવા ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. ગ્રામજનો દ્વારા શરુ કરવામાં આવેલા આ જળક્રાંતિના કારણે અભિયાનને સફળતા મળી રહેશે એવો આશાવાદ ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો.

ખેતી માટે પાણી મળી રહે તો કચ્છ નંદનવન બનશે

રામપર (સરવા) ગામના પાટીદાર ભાઈઓ દ્વારા છેલ્લા ચાર વર્ષ દરમિયાન રામપરના સીમાડામાં 25 જેટલા તળાવ અને ડેમનું સ્વખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે સાથે પાણીનો વધુને વધુ જળસંગ્રહ થાય તે માટે સમયાંતરે તળાવોને ઊંડા ઉતારવાનું કાર્ય પણ પૂર જોશમાં કરવામાં આવી રહ્યું છે. ગામના અગ્રણી હાલ સુરત રહેતા કરસનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ધંધાર્થે તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા વિવિધ રાજ્યોની મુલાકાત લેવી પડે છે. પરંતુ માતૃભૂમિનું ઋણ અદા કરવા માટે જળસંચયના કાર્યો કરાઇ રહ્યાં છે. પાણીના સંગ્રહ માટે તળાવ કે ડેમ બનાવવામાં આવ્યા તેના કારણે ભૂગર્ભ જળનું સ્તર વધ્યું છે. કચ્છમાં ખેતી પર નભતા પરિવારોની સંખ્યા વિશેષ છે. આવી પરિસ્થિતિમાં ખેતી માટે પાણી મળી રહે તો કચ્છ નંદનવન બની શકે છે.

અત્યાર સુધી 30 લાખનો ખર્ચ કરવામાં આવ્યો

ચાલુ વર્ષે પણ ચેકડેમ અને તળાવો બનાવવાની કામગીરી શરૂ છે. સ્વખર્ચે જળ સંચય અભિયાનના કાર્યક્રમ અંતર્ગત ભૂગર્ભ જળ સંચય હેઠળ આ વર્ષે 300 એકર જમીનમાં જળ સંગ્રહ થશે. અત્યાર સુધી 30 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં બહાર વસતા મૂળ કચ્છના વતન પ્રેમીઓએ આ ઝુંબેશમાં સિંહફાળો આપ્યો છે.

આ પ્રવૃત્તિ સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તાર માટે મિશાલ રૂપ

આ પ્રકારે સહિયારા પ્રયાસથી જળ સંચય કરવામાં આવે તો ભવિષ્યના સમયમાં પાણીની સમસ્યાથી કાયમી છુટકારો મળી શકે છે. રામપર ગામના તમામ ખેડૂતો, ગૌસેવા સમિતિ, સરપંચ તેમજ અન્ય અગ્રણીઓ જહેમત પણ ઊઠાવી રહ્યાં છે. અને બહાર વસતા મૂળ ગામના લોકો આ જળ સંગ્રહ અભિયાન માટે દાતાઓના સહકારથી ચાલતી આ પ્રવૃત્તિ સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તાર માટે મિશાલ રૂપ છે.

અન્ય સમાચારો પણ છે...