તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સેવા:મસ્કત ગુજરાતી સમાજ દ્વારા દેશવાસીઓની કરાઈ અનન્ય સેવા

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓમાનમાં મસ્કત ગુજરાતી સમાજ સામાજિક સેવાકીય પ્રવૃતિઓમાં તથા ગુજરાતની ગરિમાપૂર્ણ અસ્મિતા સાથેના અનેકવિધ કાર્યક્રમો, મસ્કતમાં વિવિધ સાંસ્કૃતિક, સાહિત્યિક, શૈક્ષણિક તેમજ અન્ય માનવસેવાની પ્રવૃત્તિઓ સાતત્યપૂર્ણ રીતે કરી રહી છે. છેલ્લા આઠ મહિનાથી કોરોના મહામારીની પરિસ્થિતિ દરમિયાન પણ ગુજરાતી પ્રજા સહિત અન્ય જ્ઞાતિજનોને મદદરૂપ થવામાં આવી રહ્યું છે. આ પ્રવૃત્તિઓ અંગે ઉપપ્રમુખ, સંસ્થાપક તેમજ મહામંત્રી ચંદ્રકાંત વલ્લભદાસ ચોથાણીના જણાવ્યા મુજબ મસ્કતના રાજા સુલતાન તથા મસ્કત ઓમાન સરકારની સેવાઓ સરાહનીય રહી છે.

ભારતના રાજદૂત મનુમહાવર, ઇન્ડિયન સોશિયલ કલબના ચેરમેન સતિષ નાંબિયાર, સી.એમ. સરદાર, હિન્દુ મહાજન એસોસિએશનના કનકશેઠ ખીમજી, અનિલભાઈ ખીમજી, કિરણભાઈ આશર, રાજુભાઈ વૈદ, ગુજરાતી સમાજના પ્રમુખ અરવિંદભાઈ ટોપરાણી તેમજ સમગ્ર કમિટીના સભ્યો સંસ્થાના કાર્યોમાં પ્રોત્સાહન પૂરું પાડે છે. જ્યારે મસ્કત અને અમદાવાદના એરપોર્ટ બંધ હતા તેવા કપરા સમયમાં દર્દીઓ અને કોરોનાગ્રસ્તના સ્વજનોને મસ્કત ગુજરાતી સમાજ, ઇન્ડિયન સોશ્યલ ક્લબ, ઓમાન તેમજ ઇન્ડિયન એમ્બેસી અને ફોરેન મિનિસ્ટ્રીના સહયોગથી મસ્કતથી અમદાવાદની 10 ફ્લાઈટનું આયોજન કરાયું હતું. સંસ્થાએ સહયોગી બનનાર મસ્કત-ઓમાનની સરકાર, વિશ્વ ગુજરાતી સમાજ, ભારતના રાજદૂતાવાસ, ભારત તથા ગુજરાત સરકાર, ગુજરાત એરપોર્ટ ઓથોરિટી વગેરેનો આભાર માન્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો