• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Unique Initiative Of Setu Abhiyan Sanstha In Rural Areas Of Kutch, Sheri Natak Yoji Appeals To People For Vaccination

સ્વૈચ્છિક સંસ્થાની સરાહનીય પહેલ:કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં સેતુ અભિયાન સંસ્થાની અનોખી પહેલ, શેરી નાટક યોજી લોકોને વેક્સિનેશન માટે અપીલ કરી

ભુજ17 દિવસ પહેલા
  • ભુજના કોડકી, રતીયા, સામાગુના સહિતના 6 ગામમાં 4 દિવસ દરમ્યાન શેરી નાટક યોજાયા
  • કચ્છી-ગુજરાતી ભાષામાં રસીકરણવના ફાયદા અને ઉપયોગિતા અંગે અપાય છે માહિતી
  • કલાકારો સમાજ સેવક, તબીબ અને અફવા ફેલાવનારના પાત્રો ભજવી નાટક રજૂ કરે છે

કચ્છ જિલ્લામાં કોરોના વિરૂદ્ધ લડત અભિયાન હેઠળ મહામારીના અટકાવ અને બચાવ હેતુ સેતુ અભિયાન નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા એક અનોખી પહેલ શરૂ કરાઈ છે. સંસ્થા દ્વારા કોરોના વિરૂદ્ધ વેક્સિનેશન કાર્યક્રમને બળ આપવા જિલ્લામાં ઓછું રસીકરણ ધરાવતા ગામોમાં રસી લેવા માટેનું શેરી નાટક યોજી સમજ આપવામાં આવી રહી છે. આ માટે કલાકારો મારફતે રસીકરણના ફાયદા અને ઉપયોગિતા સાથે રસીકરણની અપીલ કરવામાં આવે છે.

જિલ્લામાં સેવાકીય ક્ષેત્ર સાથે જોડાયેલી સેતુ અભિયાન સંસ્થા દ્વારા હાલમાં ભુજ તાલુકાના કોડકી, રતીયા, સામાગુના સહિતના 6 ગામમાં 4 દિવસ દરમ્યાન ગામના જાહેર સ્થળે રસીકરણ અંગે સમજ આપતા શેરી નાટક યોજવામાં આવ્યા હતા. જેમાં સંસ્થાના સહયોહથી કલાકાર અને નાટકના લેખક નરેશ ખુબચંદાની સાથે હાજી કાકા અને અન્ય કલાકારો દ્વારા ગ્રામજનો સમક્ષ તબીબ, સમાજ સેવક અને અફવા ફેલાવતા પાત્રોને તાદ્દશ કરી રસીકરણના ફાયદા વિશે સમજ આપવામાં આવી હતી. આ પ્રકારના વધુ નાટક આગામી તા. 5 જાન્યુઆરીથી ફરી શરૂ કરવામાં આવશે.

આ વિશે નરેશભાઈએ જણાવ્યું હતું કે, ખાસ કરીને સમાજમાં રસીકરણ અંગે અફવા ફેલાવતા લોકો જેને કચ્છીમાં ફિટોળ કહેવાય છે, તે ફિટોળ પાત્ર દ્વારા ફેલાવાતી ગેરસમજ પર પ્રકાશ પાડવામાં આવે છે. શેરી નાટક યોજવા માટે ગામના સરપંચ સાથે સંકલન સાધી સમય અને સ્થળ નક્કી થયા બાદ નાટક રજૂ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...