ક્રાઇમ:માંડવી અને કેરા ગામે યુવાનોનો અકળ આપઘાત

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવી શહેરના ગોકુલવાસમાં અને ભુજ તાલુકાના કેરા ગામે યુવાનોઅે ગળે ફાંસો ખાઇ ફાનિ દુનિયાને અલવીદા કરી દેતાં પરિવારજનોમાં અાક્રંદ સાથે ગમગીની છવાઇ ગઇ હતી.

શુક્રવારે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં બન્યો હતો
માંડવી પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ માંડવીના ગોકુલવાસમાં રહેતા ભાવેશ હરશી રોસીયા (ઉ.વ.20) નામના યુવાને શનિવારે સવારે સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘેર ગળે ફાંસો ખાઈને અાત્મહત્યા કરી લીધી હતી. બનાવને પગલે માંડવી પોલીસે અકસ્માત મોતનો મામલો દર્જ કરતા પીએસઆઈ એમ.કે. ચૌધરીએ યુવાનના અાપઘાત પાછળના કારણો જાણવા આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી તરફ શુક્રવારે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં બન્યો હતો. કેરા ગામે રહેતા 27 વર્ષીય હીરજીભાઇ મુળજીભાઇ સથવારા નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. જેને તાત્કાલિક ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કરતાં માનકુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરીને આગળની તપાસ પીએસઆઇ એમ.એચ.પટેલે હાથ ધરી છે. યુવાને કયા કારણોસર આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સુધી જાણવા મળ્યું ન હોવાનું તપાસનીશે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...