તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણવેશ વિતરણ:આંગણવાડીના 73 હજાર બાળકોને કચ્છમાં વિના મુલ્યે યુનિફોર્મ અપાશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંખ્યમંત્રીએ રાજ્યમાં ગણવેશ વિતરણનો આરંભ કરાવ્યો

રાજ્યના મુખ્યમંએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતમાં 36.28 કરોડના ખર્ચે અમલી આંગણવાડીના બાળકોને વિનામૂલ્યે ગણવેશ વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે કચ્છ માટે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આંગણવાડીના બાળકોમાં ગણવેશથી એક્તા અને સમતાનો ભાવ વિકસશે તેમ જણાવાયું હતું.

કચ્છના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, ગણવેશથી બાળકોમાં એકતા, આત્મવિશ્વાસ અને સમતાનો ભાવ વિકસશે. કોરોના કાળમાં આંગણવાડીની બહેનો થકી જિલ્લામાં થયેલી કામગીરીને બિરદાવતાં તેમણે જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે ભારતનું ભવિષ્ય આંગણવાડીથી લઇ વર્ગખંડોમાં નિર્માણ થઇ રહ્યું છે ત્યારે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં પોષણ અને શિક્ષણની જવાબદારી સૌની બને છે.

આ તકે તેમણે જણાવ્યું હતું કે, કચ્છમાં 3 થી 6 વર્ષના 73 હજાર બાળકોને વિનામૂલ્યે ગણવેશ અપાશે. સંકલિત બાળ વિકાસ યોજનાના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે 14875 સગર્ભા માતાઓ અને 14573 ધાત્રી માતાઓ સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ પુરક પોષણ, શિક્ષણ અને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મેળવી રહયાં છે તેમ જણાવ્યું હતું. અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર કુલદિપસિંહ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, મામલતદાર રાહુલ ખાંભરા, આઇ.સી.ડી.એસ.ના સુપરવાઈઝરના બહેનો, સી.ડી.પી.ઓ. આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...