તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:મુન્દ્રામાં હિટ એન્ડ રનના બનાવમાં અજ્ઞાત મહિલા મોતને ભેટી, આરોપીની શોધખોળ

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે અજાણી યુવતીની ઓળખ માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો

મુન્દ્રાના નાના કપાયા પાસે સોમવારે બનેલી એક ગમખ્વાર ઘટનામાં કોઈ અજાણ્યા વાહનચાલકે અજ્ઞાત મહિલાને હડફેટે લેતા તેનું ગંભીર ઇજાઓથી ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અજાણી યુવતિની ઓળખ મેળવવા માટે પોલીસે સોશિયલ મીડિયા પર ફોટો વહેતો કર્યો હતો.

પોલીસ દફતરેથી પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરોક્ત ઘટના સોમવારે મોડી રાત્રે નાના કપાયા સ્થિત શાંતિવન કોલોનીની પછવાડે આવેલા સૂચિત રોડ પર બની હતી.જેમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે અજ્ઞાત મહિલાને હડફેટે લેતાં તેને માથાના ભાગે ગંભીર ઇજજાઓ થતાં તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ભોગગ્રસ્ત મહિલાના હાથ પર રંજન લખેલું હોવા સાથે તેણે પંજાબી ડ્રેસ ધારણ કર્યો હતો.

હાલ પોસ્ટમોર્ટમ બાદ ખાનગી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવેલ શબની ઓળખ માટે ફોટો શોશ્યલ મીડીયા પર વહેતા કરી તેને ઓળખનાર વ્યક્તિએ પોલીસ થાણાના નંબર 02838-222121 પર સંપર્ક સાધવા અનુરોધ કર્યો છે.

નાગલપર નજીક ડૂબી જવાથી પિતા-પુત્રનું મોત થયું
માંડવી તાલુકાના ઢીંઢ અને નાગલપુર નજીક આવેલા નદીના વહેણમાં બનેલા ચેક ડેમમાંથી પીતા પુત્રી પસાર થઇ રહ્યા હતા, 10 ફુટ ઉંડો ખાડો હોવાથી નાગલપર ગામના 60 વર્ષીય સાલેમામદ સુલેમાન સુમરા અને તેમની 25 વર્ષીય દિકરી ફાતેમાનું ડુબી જવાથી મોત નિપજયું હતું. નાગલપુર રહેતા મામાના ઘરે જમવા જતા હતા ત્યારે ઘટના બની હતી. ઉંડા ખાડામાંથી ડુબી જવાથી પિતા-પુત્રીના એક સાથે મોત થતા અરેરાટી ફેલાઇ હતી.

અંજારમાં રસોડાની ચક્કીમાં કરંટ લાગતા મહિલાનું મોત
અંજારના પ્રજાપતિ છાત્રાલયમાં ગાધીધામના શીણાય ગામે રહેતા 40વર્ષીય હંસાબેન કાનજીભાઈ સોરઠિયા રસોડાનું કાર્ય કરી રહ્યા હતા ત્યારે સોમવારના સવારના અરસામાં લાડવા પીસવાની ચક્કી માંથી તેમને કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું મોત નિપજ્યું હતુ, તેમને અંજારની સીએચસી ખાતે લઈ જઈ તપાસ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...